કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ પીએમ નગરમાં છેલ્લા 18 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીની ધૂમ ગરબાના તાલ એમાં સામાજિક એકતાનો રંગ ભળે એમાં તો રંગત ઓર જામી જાય આવી નવરાત્રી જોવા મળે છે કેશોદમાં આવેલ પી.એમ નગર ની નવદુર્ગા ગરબી મંડળમાં અહી દર વર્ષે હિંદુ અને મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમે છે આ ગરબી મંડળ માં ૨૦૦ કરતા પણ હિંદુ અને મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘૂમે છે. આ ગરબી મંડળના પ્રમુખ વિ.પી.રાયજાદા તેમજ ચંદુભાઈ ઠુંમ્બર, અરવિંદભાઈ કયાડા દ્વારા કઈ પણ ભેદભાવ રાખ્યા વગર વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ બાળાઓ એકી સાથે રાસ રમી રહી છે આ ગરબીમા રોજ અલગ અલગ રાસ રમવામાં આવે છે આ ગરબી કોમી એકતાનુ પ્રતિક છે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









