AHAVADANG

સાપુતારા સર્પાકાર ઘાટમાર્ગમાં લગાવેલ રોલક્રશ બેરીયર ટેકનોલોજી અકસ્માત નિવારણ માટે આશીર્વાદરૂપ નીવડી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ શામગહાન રાજય ધોરીમાર્ગમાં લગાવેલ રોલરક્રશ બેરીયર ટેકનોલોજી વાહન ચાલકોનાં અમૂલ્ય જીવન માટે આશીર્વાદરૂપ સમાન નિવડી….ડાંગ જિલ્લાનાં વઘઇથી શામગહાનને જોડતા રાજય ધોરીમાર્ગમાં અકસ્માત ઝોન પર 1014.36 લાખનાં ખર્ચે સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા રોલરક્રશ બેરીયર ગોઠવી દેતા હાલમાં નાના મોટા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.ગતરોજ રોલરક્રશ બેરીયર ટેક્નોજીનાં કારણે વઘઇ પાસે મોટી દુર્ઘટના ટળતા આ ટેક્નોજી પ્રથમ વખત ઘાટમાર્ગમાં અકસ્માત નિવારણ માટે સાર્થક સાબિત થવા પામી છે..પ્રાપ્ત વિગતો અનુસાર રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં માર્ગો ભૌગોલિક પરિસ્થિતિની દ્રષ્ટિએ વિપરીત જોવા મળે છે.ડાંગ જિલ્લાનાં બરડીપાડાથી આહવા અને શામગહાનથી સાપુતારાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ વઘઇથી શામગહાનને જોડતો રાજય ધોરીમાર્ગ સર્પાકાર તેમજ ઘાટ સેક્શન વાળો માર્ગ હોવાનાં પગલે આ માર્ગોમાં કાયમ જ અકસ્માતની ઘટનાઓ બને છે.જેમાં સાપુતારા ઘાટમાર્ગમાં તો અકસ્માતનાં વણઝાર જોવા મળે છે. સાપુતારા ઘાટમાર્ગમાં ભારે વાહનોનાં અકસ્માત થયા બાદ તેમજ ભારે વાહનોનાં બ્રેક ફેલ થતા વાહનો ઘાટમાંથી ઊંડી ખીણમાં ખાબકવાનાં બનાવો પણ નોંધાતા ગોઝારી ઘટના નોંધાવા પામી છે.ડાંગ જિલ્લામાં અકસ્માતનાં બનાવોને અટકાવવા માટે ગુજરાત સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ 1014.36 લાખનાં ખર્ચે વઘઇ-શામગહાન રાજય ધોરીમાર્ગનાં 11 જેટલા અકસ્માત ઝોન પર રોલરક્રશ બેરીયર ટેકનોલોજીથી પ્રોટેક્શન વોલનું કામ કરાવી નવતર પ્રયોગ હાથ ધરતા આ ટેકનોલોજી વાહન ચાલકોનાં અમૂલ્ય જીવન માટે આશીર્વાદરૂપ સમાન નિવડી છે.ભારતનાં હિમાચલ પ્રદેશમાં જોવા મળતુ રોલર ક્રશ બેરિયેર ટેકનોલોજી ગુજરાતનાં છેવાડેનાં ડાંગ જિલ્લાનાં વઘઇથી શામગહાનને જોડતા રાજય ધોરીમાર્ગ પર જોવા મળતા સ્થાનિક સહીત ગુજરાતનાં વાહનચાલકોમાં કુતુહલ સર્જાયુ છે.ડાંગ જિલ્લામાં વર્ષ 2018ની સરખામણી એ છેલ્લા ચાર વર્ષમાં અકસ્માતનાં બનાવમાં ઘટાડો થયો છે.અને જિલ્લામાં વાર્ષિક સરેરાશ 25 થી 30 લોકો અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં પગલે મૃત્યુ પામે છે.ગતરોજ રાત્રીનાં અરસામાં વઘઇથી શામગહાનને જોડતા માર્ગનાં વઘઇ નજીક એક ફોરવ્હિલ ચાલકનો રોલરક્રશ બેરિયર ટેકનોલોજીનાં કારણે ચમત્કારિક બચાવ થયો હતો.રાત્રીનાં અરસામાં અહી વાહનચાલક રોલરક્રશ બેરીયર સાથે ભટકાઈને સીધો માર્ગ પર આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી.અહી વાહન પણ મોટા નુકશાનથી બચી ગયુ હતુ. માત્રને માત્ર થોડુ ઘણુ રોલર ક્રશ બેરીયરને ડેમેજ થતા આ ટેકનોલોજી નાના મોટા વાહનચાલકો માટે ખરા અર્થમાં સાર્થક સાબિત થવા પામી છે.ડાંગ જિલ્લાનાં સ્ટેટ ધોરીમાર્ગ વિભાગ દ્વારા હાલમાં રોલરક્રશ બેરીયર ટેકનોલોજીનો નવતર પ્રયોગ વઘઇથી શામગહાનને જોડતા માર્ગમાં 11 અકસ્માત ઝોન પર કર્યો છે.જે આવનાર દિવસોમાં વાહનચાલકો માટે ફળદાયી સાબિત થશે.તથા આ ટેકનોલોજીનાં પગલે અકસ્માતોની સંખ્યા પણ ઘટશે..
———-
બોક્ષ:-(1) એસ.આર.પટેલ-કાર્યપાલક ઈજનેર-સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ ડાંગનાંઓએ જણાવ્યુ હતુ કે ડાંગનાં વઘઈથી શામગહાન રોડ પર થતા અકસ્માતોને અટકાવવા માટે નવી ટેકનોલોજી રોલરક્રશ બેરીયરની કામગીરી ચાલી રહી છે.અને હાલમાં 90 ટકા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.અગાઉ અકસ્માતમાં સીધા ડબલ્યુ ચેનલનાં એન્ગલ પર સીધો માર લાગતો હતો.અને ભારે વાહનો સહીત નાના વાહનો આ ચેનલ તોડી ખાડામાં અથવા ઊંડી ખીણમાં ખાબકતા હતા.જ્યારે હાલમાં આ રોલર ક્રશ બેરિયર ટેકનોલોજીનાં પગલે અકસ્માતનાં સમયે વાહન અથડાતા તે ફરીને પાછુ રસ્તા પર આવી જાય છે.અથવા રોલર બેરિયર અકસ્માતનાં સમયે વાહનને રસ્તા પર ફેંકી દે છે.જેથી મોટી દુર્ઘટના ટળે છે.આ રોલર ક્રશ બેરિયર રબરનાં હોવાનાં પગલે વાહનને વધારે નુકસાન થવા દેતા નથી.

————
બોક્ષ-(2) સાપુતારાથી શામગહાનને જોડતો 9 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અતિ જોખમી હોય આ ઘાટમાર્ગને પણ રાજય સરકાર રોલરક્રશ બેરીયર ટેકનોલોજીથી સજ્જ કરે તે જરૂરી બની ગયુ છે.ડાંગ જિલ્લાનો સાપુતારાથી શામગહાનને જોડતા 9 કિલોમીટરનાં ઘાટમાર્ગમાં રોજબરોજનાં અકસ્માત જોવા મળી રહે છે.જેથી વઘઇથી શામગહાન સ્ટેટ ધોરીમાર્ગની જેમ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ અલગ અલગ અકસ્માત ઝોન પર રોલરક્રશ બેરીયર ટેકનોલોજી લગાવવામાં આવે તે જરૂરી બની ગયુ છે…

[wptube id="1252022"]
Back to top button