સુદામડામા ખનીજ ચોરીના ગુનામાં સાત માસથી ફરાર આરોપીને SMC ટીમે ડોળિયા ચોકડીથી દબોચી લીધો.

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં વર્ષોથી જમીન ખનન અને કાળા પથ્થર બ્લેક ટ્રેપનું ખનન અને ચોરી ચાલી રહી હોવાની બાબત સરકારના ધ્યાન પર આવતા તપાસના આદેશ અપાયા હતા જેમાં રૂપિયા 280 કરોડનું ખનન થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી જોકે પોલીસ ખનન માફિયા સામે ઢીલી પડતી હોવાથી આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી આ પ્રરકણમાં રીઢા ગુનેગાર ભરત વાળાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાયલામાંથી જ ઝડપી લીધો છે ખનીજ ખનન ઉપરાંત એક્સ્પ્લોઝિવ એક્ટ અને હથિયાર સાથે લૂંટના સંખ્યાબંધ ગુનામાં ભરત વાળા વોન્ટેડ હતો સુરેન્દ્રનગરમાં જમીન માફિયાઓ, ખનન માફિયાઓનો આતંક વર્ષોથી વધતો રહ્યો છે ખનન માફિયા સરકારી જમીનમાંથી કાળા પથ્થર બ્લેક ટ્રેપ ખોદતા હતા આ માફિયા 280 કરોડ રૂપિયાનું ખનન કરી ગયા બાદ સરકારે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં મુખ્ય સાગરિત ભરત સાર્દુલભાઇ વાળા રહે. સુદામડા સાયલા સુરેન્દ્રનગર સાત મહિનાથી પોલીસને હાથતાળી આપીને ભાગતો ફરતો હતો આ પ્રકરણની તપાસ આખરે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના કે ટી કામરિયાએ બાતમીદારોને એક્ટિવ કર્યા અને બાતમી મળી કે ભરત વાળા સાયલા તાલુકાની ડોળીયા ચોકડી પાસે રિલાયન્સના પેટ્રોલપંપ પર આવ્યો છે જેને પગલે પોલીસે તેને ઝડપી લીધો હતો.