HALOLPANCHMAHAL

હાલોલ ગોધરા રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩.૭.૨૦૨૩

સનાતન ધર્મમાં અષાઢી પૂર્ણિમાનું ઘણું મહત્વ છે.તેને ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.જ્યારે હિન્દુ પરંપરા ઓમાં આ દિવસ આધ્યાત્મિક ગુરુઓની પૂજા અને સનમાનનો વિશેષ દિવસ હોય છે.કેમકે ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતો તહેવાર છે.જેને લઇ હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આ મંદિરના સંતો દ્વારા પ્રવચન તેમજ મહાઆરતી કરાઈ હતી.આ પ્રસંગે મંદિરના સંત શ્રી કેસવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સંત શ્રી સંતપ્રસાદ સ્વામી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટયા હતા અને ગુરુજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે મંદિર દ્વારા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button