
સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપલાની તાલીમાર્થી રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધામાં પ્રથમ આવી
નર્મદા: જુનેદ ખત્રી
તાજેતરમાં જી સી ઈ આર ટી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાનો રમતોત્સવ રાજપીપલામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિધાલય ખાતે યોજાઇ ગયો. આ રમતોત્સવમાં સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની પ્રથમ વર્ષની તાલીમાર્થી વસાવા ભૂમિકા નટવરભાઈએ યોગાસન વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી પરિવારનું તેમજ પીટીસી કોલેજનું નામ ઉજ્જવળ કર્યું હતું. આ પ્રસંગે કોલેજના સ્ટાફ અને આચાર્ય સી.વી. વસાવાએ વસાવા ભૂમિકાબેને ને અભિનંદન આપી તેમને કરેલી યોગની પ્રેકટીશ ને બિરદાવી હતી. સાથે સાથે તેમના કોચે આપેલ માર્ગદર્શનને પણ આભાર સાથે બિરદાવ્યૂ હતું. રાજ્ય કક્ષાની આ રમતમાં કોલેજની દ્વિતીય વર્ષની તાલીમાર્થી નેત્રા લલિતભાઈ પટેલે દિવ્યાંગ કેટેગરીમાં ચક્રફેંકમાં તૃતીય નંબર મેળવ્યો હતો. તેમજ અધ્યપક વિભાગમાં ભાવનાબેન ભગતે ચક્રફેંક વિભાગમાં સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ નંબર અને શા.કે. શિક્ષક શ્રી દિલિપ પટેલે ગોળાફેંકમાં ગુજરાત કક્ષાએ દ્વિતીય અને ટેબલ ટેનિશમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ રમતોત્સવમાં ગુજરાતની ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ અને અધ્યાપક ભાઈ – બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ