CHHOTA UDAIPURGUJARATNASAVADI
બોડેલી ખાતે દેવ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા તારાચંદ બાપુનું પાલ પરગણા વણકર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્રારા સમાજના વિદ્યાર્થીઓને નોટબુક,ચોપડા,ગ્રાઈડ,પેન, કંપાસ, કપડાં તેમજ વિધવા મહિલા ઓને સાડી વિતરણ કરવામાં આવી

મૂકેશ પરમાર નસવાડી
બોડેલી ખાતે એ.પી.એમ.સી માર્કેટમાં વણકર સમાજ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં રહેતા વણકર સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા જયારે આ કાર્યક્રમમાં સમાજ ના વિધાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને સમાજનું નામ રોશન કરે તે માટે દેવ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા તારાચંદ બાપુનું પાલ પરગણા વણકર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને નોટબુક, ગ્રાઈડ, પેન, કંપાસ તેમજ કાપડ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી ગરીબ પરિવારો ના માતા પિતાને સહાયતા રહે જયારે વિધવા મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાથે વણકર પાલ પરાગણા સમાજ ના ટ્રસ્ટી તારાચંદ બાપુ,વણકર સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો, મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા



[wptube id="1252022"]