
20 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
ચૂડમેર પ્રાથમિક શાળામાં વર્ષ 2022.23 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો નડાબેટ એકદિવસીય નડાબેટ દર્શન કાર્યક્રમ યોજાયો.
ચૂડમેર પ્રાથમિક શાળાના બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ કેળવાય અને શિક્ષણ ગુણવત્તા લક્ષી બને તે માટે દીર્ઘદ્રષ્ટા દાતા શ્રી મહાદેવભાઈ કલ્યાણભાઈ વરણ અને હરિરામ ભાઈ કલ્યાણભાઈ વરણ ઓનર મહાદેવ ટ્રેડર્સ દ્વારા નડાબેટ દર્શન ના સંપૂર્ણ ખર્ચના દાતા બનીને સફળ બનાવ્યો. ધોરણ 1 માં વરણ વિપુલ ગીરીશભાઈ, ધોરણ 2 વરણ જયેશભાઈ રમેશભાઈ, ધોરણ 3 માં વરણ આરતીબેન હમિરાભાઈ, ધોરણ 4 માં વરણ મનીષભાઈ ભરતભાઈ, ધોરણ 5 માં વરણ રવીનાબેન અંબારાંભાઈ, ધોરણ 6 અ માં વરણ ટીનાબેન રઘુભાઈ, ધોરણ 6 બ માં વરણ શૈલેષભાઈ રગનાથભાઈ , 7અ માં નાઈ ખુશીબેન નરબતભાઈ ધોરણ 7બ માં રબારી જીનલબેન ગોકળભાઇ, ધોરણ 8 માં વરણ રેખાબેન રગનાથભાઈ જોડાયા હતા. જેમને પોતાના વર્ગ માં પ્રથમ નંબરે પાસ થયા હતાં. આવતા વર્ષ માટે પણ મહાદેવ ટ્રેડસ તરફથી આવો જ કાર્યક્રમ રાખવામાં આવશે તેવી વરણ મહાદેવભાઈ તરફથી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ માં સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને પણ તેઓ શ્રી સન્માનિત કરે છે આ તબક્કે શાળાના આચાર્ય શ્રી અજાભાઈ પરમારે ચૂડમેર પ્રાથમિક શાળા વતી શ્રીમહાદેવભાઈ વરણ નો આભાર માન્યો હતો અને બાળકોને આવતા વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી.









