NAVSARI

નવસારી: વિજલપોર નગરપાલિકા,મહિલા અને કિસાન મોરચા ના સયુંકત ઉપક્રમે મિલેટ્સ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લા ભાજપ કિશાન મોરચા, નવસારી વિજલપોર મહિલા મોરચા અને નવસારી વિજલપોર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને નવસારી ખાતે સમસ્ત ઘાંચી પંચ ની વાડી માં રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઇ, માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઇ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઇ એ જણાવેલ કે ઘઉં જોવા ભારી પાક ને છોડી જાડા ધાન જેવા કે નાગલી બાજરી જુવાર થી થતા ફાયદાઓ અને 2023 નો વર્ષ જાડા ધાન તરીકે ઉજવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર કરેલ છે તેના અનુસંધાને આજરોજ નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ જાડા ધાન અંગે સેમીનાર યોજ વામાં આવ્યો હતો તેમજ નવસારી જિલ્લાના ભાજપ સંગઠન અને મહિલા મોરચો તેમજ જિલ્લા કિસાન મોરચા ના કાર્યકર્તા ઓ એ ભારે જેહમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button