ANANDUMRETH

ઉમરેઠ કોર્ટમાં ચાલતા ભરણ પોષણનાં કેસોને આણંદની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયનો વિરોધ

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ કોર્ટમાં ચાલતા ભરણ પોષણનાં કેસોને આણંદની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયનાં વિરોધમાં ઉમરેઠનાં વકીલોએ ઉમરેઠ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. ઉમરેઠની કોર્ટમાં ચાલતા ભરણ પોષણનાં કેસોને આણંદની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયનાં વિરોધમાં વકીલો દ્વારા ગરીબ વર્ગના અરજદારો ને ધ્યાનમાં રાખી વિરોધ કરવામાં આવ્યો
ભરણ પોષણનો દાવો કરનાર ઉમરેઠ તાલુકાની અરજદાર મહિલાઓએ ઉમરેઠથી દૂર ન્યાય મેળવવા ધરમ ધક્કા ખાવા ન પડે તે માટે ભરણ પોષણનાં કેસ ટ્રાન્સફર કરવાના નિર્ણયને રદ કરવા ઉમરેઠ વકીલ મિત્રો માંગ કરી રહ્યા છે. વધુમાં વકીલ મંડળ કહી રહ્યું છે કે ગરીબ વર્ગ પાસે પૈસા હોય નહિ અને તેમને નુકશાન કરવાનો કોઈ અર્થ નથી જેથી કરીને ઉમરેઠ કોર્ટને ફેમિલી કોર્ટ ફાળવી આપે જેના માટે અમોએ ઠરાવ કરેલ છે, જો ઉમરેઠ કોર્ટને ફેમિલી કોર્ટે ના ફાળવવામાં આવે તો અચોક્કસ મુદ્દત સુધી કોર્ટના કામ થી અળગા રહેવાનો પણ ઠરાવ ઉમરેઠ વકીલ મંડળ એ કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button