
SRF ફોઉંન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકામાં મોડલ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૭/૪/૨૦૨૪
નેત્રંગ: SRF ફોઉંન્ડેશન છેલ્લા ધણા વર્ષોથી ભરૂચ અને નેત્રંગ તાલુકામાં કુલ ૮૯ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં કામ કરી રહી છે અને સાથે સાથે શિક્ષણની ગુણવતા અને મોડલ આંગણવાડીમાં પરિવર્તન કરવામાં કામ કરી રહી છે. આજે ભરૂચ અને નેત્રંગ તાલુકાની કુલ ૩૦ જેટલી આંગણવાડી કેન્દ્રો મોડલ બનાવામાં આવ્યા છે જેમાં સંસ્થા દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં રેપરીંગ કામ, મરામત, વોટર પ્રુફીંગ, નાનું મોટું રેપરીંગ કામ અને ટોઇલેટસ, આખી આંગણવાડીને કલર કામ, બાલા ચિત્રોનું દીવાલ પર ચિત્રણ જેથી બાળકોને કેન્દ્રમાં આવામાં મઝા આવે. એક મોડલ અગણવાડી તરીકે દરેક કેન્દ્રોમાં બાળકોને બેસવા માટે ફર્નિચર, કબાટ, સ્ટેસનરી આઈટમ, વોર્ક બુકો બાળકો માટે, સ્વચ્છતા કીટ અને વજન, ઉચાઇ માપવાના સાધનો, ડીજીટલ સાધનો, ઇન્ફોએનટોમીટર, સ્ટડીઓમીટર જેવા ઉપયોગી સાધનો આપવામાં આવ્યા છે. આંગણવાડી કેંદ્ર ઉદઘાટન મુખ્ય મહેમાન, બ્રિજેશ પટેલ, ICDS પ્રોગ્રામ ઓફિસર, CDPO ઓફીસર મીના બેન, હાજર રહ્યા હતાં. તથા સુપરવાયઝર મનાલીબેન અને મહિલા અને બાળવિકાસ શાખામાંથી કૃપાબેન હાજર રહ્યા હતાં. SRF ફાઉન્ડેશન ના પ્રોગ્રામ ઓફિસર સુનીલ ગામીત અને જીજ્ઞેશ ખ્રિસ્તી પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રોગ્રામ ની શરૂઆત આંગણવાડી ની રીબીન કાપીને કરવામાં આવી અને આ સરસ પ્રસંગ દરમિયાન ગામના વાલીઓ , સરપંચ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આંગણવાડી ના બાળકો હાજર રહ્યા હતાં. મુખ્ય મહેમાન દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, આંગણવાડી ને SRF દ્વારા રિપેર અને રીનોવેશન કરવા બદલ આભાર માન્યો હતો.
ત્યારબાદ SRF દ્વારા આપેલ પ્રાથમિક સારવાર ની કીટ, રમત ગમત ના TLM અને વજન ઊંચાઈ કરવામાં સાધનો I.C.D.S. ના પ્રોગ્રામ ઓફીસર, CDPO શ્રી મીનાબેન વસવા અને બ્રિજેશ પટેલના હત્સે આંગણવાડી બહેનોને આપવામાં આવ્યું હતું.
આંગણવાડી બહેનોનેએ SRF ફોઉંન્ડેશનનો અભારવ્યક્ત કરતા જણાવ્યું કે સંસ્થા ખુબજ ઉમદા અને એક મોડલ આંગણવાડીમાં જે સુવિધાઓ હોવી જોઈએ એ દરેક વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે.