સોળગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સામાજિક સુરક્ષા યોજના નું લોન્ચિંગ કરાયું

3 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સમાજના લોકો ને મદદરૂપ બની શકાય તેવા આશય થી આરોગ્ય સહાય યોજના અને મૃત્યુ સહાય યોજના લોન્ચ કરાઈ.પ્રવર્તમાન સમયમાં દોડધામ વાળી જિંદગીમાં માણસ ખૂબ આગળ વધી રહ્યો છે. આ સાથે જોડાયેલ સમાજ પણ જ્યારે દરેક સામાજિક વ્યક્તિની ચિંતા કરે તો એ વ્યકિત સહિત સમાજ ની પ્રગતિ અવશ્ય થાય છે.આવા શુભ આશય સાથે પાલનપુર ખાતે કાર્યરત સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા લેઉવા પટેલ સમાજના વ્યકિતની ચિંતા વ્યક્ત કરી “સામાજિક સુરક્ષા યોજના” બી.એ.પી.એસ,સારંગપુર ના કિરણ ભગત ના હસ્તે આ યોજના લોન્ચ કરાઈ હતી.આ યોજના અંતર્ગત સોળગામ લેઉવા પાટીદાર સમાજ, પાલનપુરના કોઈપણ સભાસદનું અવસાન થાય તો તેના કુંટુંબને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ‘મૃત્યુ સહાય યોજના’ (MSY) અને ‘આરોગ્ય સહાય યોજના'(ASY) પણ અમલી બનાવેલ છે. જેમાં સભાસદને આરોગ્ય વિષયક સુવિધાઓ જેવી કે નિદાન, સારવાર, લેબોરેટરી તપાસ, રેડીયોલોજી તપાસ, ઓપરેશન વગેરે રાહતદરે (ડીસ્કાઉન્ટેડ રેટમાં) મળી રહે તે માટે વિવિધ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ સાથે MOU કરવામાં આવેલ છે, જેનાથી સભાસદને ઉત્તમ સારવાર આપી મદદરૂપ થઈ શકાશે.આ પ્રસંગે આ સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ સોળગામ લેઉવા પાટીદાર સમાજના તમામ આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રમેશભાઈ પટેલ અને સમાજના આગેવાનો અને યુવાનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.