
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૧૨/૨૦૨૩

અંકલેશ્વર ના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જીલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં પત્રકારત્વ ને લાગતા પ્રશ્નો પર સંગઠનના હોદ્દેદારો ની હાજરીમાં ચર્ચા કરાઇ હતી.
ભરૂચમાં પત્રકારોના સંગઠનો પૈકીના ભરૂચ જીલ્લા પત્રકાર એકતા પરિષદના અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાના સંગઠનના પત્રકારોનો સ્નેહમિલન સમારોહ નગરપાલિકા ના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો.અંકલેશ્વર-હાંસોટના પત્રકારોએ પત્રકારિતા દરમિયાન પડતી તકલીફો,સરકાર અને તંત્ર દ્વારા કેટલીક વાર થતા અન્યાયો,પત્રકારિતા ને વધુ અસરકારક કેવ રીતે બનાવી શકાય જેવા પ્રશ્નો પર ચર્ચા કરાઇ હતી.દિપ પ્રગટય બાદ કાર્યક્રમ ની શરૂઆત થઈ હતી જેમાં અંકલેશ્વર-હાંસોટ તાલુકાના પત્રકારો એ પોતાના પોતીના વિસ્તારમાં પત્રકારિતાને લગત પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી અને તેના સુધારા માટે પોતાના વિચારો મુક્યા હતા.આ પ્રસંગે ભરૂચ જીલ્લા પત્રકાર એકતા પરિષદના જીલ્લા પ્રમુખ અતુલ ભાઈ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા,હાંસોટ તાલુકા પ્રમુખ અશોક રાવલ,જોન સહ પ્રભારી મનીષભાઈ રાણા, ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશ ભાઈ ખુમાણ સહિત અંકલેશ્વર-હાંસોટ ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ ના અંતમાં આવાઝ દો હમ એક હૈ નો હુંકાર કરી લોકોમાં એકતા નો જોશ નો દિવો પ્રગટાવી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવા માં આવી હતી








