ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : સરપંચ ની ચૂંટણી ક્યારે…? જિલ્લાની 100 થી વધુ ગ્રામ પંચાયતનો વહીવટ તલાટીના હાથમાં, વિકાસના કામો અટવાયા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : સરપંચ ની ચૂંટણી ક્યારે…? જિલ્લાની 100 થી વધુ ગ્રામ પંચાયતનો વહીવટ તલાટીના હાથમાં, વિકાસના કામો અટવાયા

અરવલ્લી જિલ્લાના 100 થી વધુ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં છેલ્લા કેટલા મહિનાઓ થી સરપંચ ની કારકિર્દી પૂર્ણ થઈ છે તલાટી વહીવટદાર સરપંચ નો વહીવટ કરે છે ત્યારે મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામ ની વાત કરી એ છેલ્લા અઢી વર્ષ થી ગામ માં સરપંચ નથી ત્યારે લોકો ની માંગ છે કે સરકાર દ્વારા ઝડપથી સરપંચ ની ચૂંટણી કરવામાં આવે

અરવલ્લી જિલ્લાના ગનાં ગામડા અઓ છે જ્યાં હાંલ સરપંચ નહિ પણ વહીવટ દાર વહીવટ કરે છે જેના લીધે ગામ નો વિકાસ થતો નથી વાત છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનુ બોલુન્દ્રા ગામ ત્રણ હજાર થી વધુ સમગ્ર જ્ઞાતિ ધરાવતું ગામ છે જ્યાં ગામ ના સરપંચ અઢી વર્ષ પહેલા કારકિર્દી પૂર્ણ થઈ ત્યાંથી આજ દિન સુધી સરકાર દ્વારા વહીવટ દાર મુકવામાં આવ્યા છે જ્યાં વહીવટ દાર તરીકે તલાટી ને કામ સોંપવામાં આવ્યું છે પણ તલાટી ને ત્રણ ગ્રામ પંચાયત નો ચાર્જ આપવામાં આવ્યો છે એટલે તે બોલુન્દ્રા પંચાયત માં બે થી ત્રણ દિવસ નો સમય કાઢે છે ત્યારે સરપંચ ન હોવા ના કારણે ગામ માં વિકાસ પણ અટકી ગયો છે ગામ માં રસ્તાઓ બિસ્માર બન્યા છે ગામ માં ગટલાઈ નથી ગામ ની પીવાના પાણી ની ટાંકી ઝર્જરીત બની છે બીજી મહત્વ પૂર્ણ વાત કરવામાં આવે તો હાલ પંચાયત નું માકાન તૂટેલી હાલત માં છે અને હાલ આવાસ યોજના ના મકાન માં પંચાયત ચાલે છે ત્યારે ગામ લોકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી ત્યારે ગામ લોકો ની માંગ છે કે સરકાર દ્વારા જલદી સરપંચની ચૂંટણી લેવામાં આવે

[wptube id="1252022"]
Back to top button