GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર સોહમ બેંગ્લોઝ નજીક રાહદારી ને બચાવવા જતા કાર ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત

વિજાપુર સોહમ બેંગ્લોઝ નજીક રાહદારી ને બચાવવા જતા કાર ડિવાઈડર ઉપર ચડી જતા અકસ્માત
ગંભીર અકસ્માત થતા રહી ગયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી રોડ તરફ જતા સોહમ બેંગ્લોઝ પાસે પુર ઝડપે આવી રહેલી એક કાર રાહદારી ને બચાવવા જતા કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી જ્યાં સામે રોડ ઉપર થી ટ્રક આવી રહી હતી જોકે આ અકસ્માત નો ગંભીર બનાવ બનતા અટક્યો હતો આ રોડ ઉપર અનેક સોસાયટી ઓ આવેલી છે લોકોની અવર જવર પણ વધુ હોય છે સોહમ બેંગ્લોઝ અને બોમ્બે સોસાયટી જતા રોડ ઉપર એક પણ સ્પીડ બ્રેકર નથી જેના કારણે અહીં ગંભીર અકસ્માત સર્જાય તેવો વિસ્તાર ના રહીશો એ ભય વ્યક્ત કર્યો હતો સોસાયટી વિસ્તારમાં રહેતા રહીશો એ જણાવ્યું હતુંકે હિંમતનગર તેમજ ગાંધીનગર તરફ થી આવતા વાહનો ને વિસનગર તેમજ ઊંઝા જવા માટે હાઇવે થી નજીક રોડ પડે છે જેથી વાહનો ની અવાર જવર વધી ગઈ છે તેમજ ટીબી થી મહેસાણા જવા માટે પણ સરળ માર્ગ હોવાથી આ વિસ્તારમાં વાહનો નો ધમધમાટ હોય છે અહીં ઘણા ગંભીર અકસ્માત ના બનાવો પણ બન્યા છે જેથી તંત્ર સફાળી જાગીને સોસાયટી વિસ્તાર ના રોડ ઉપર સ્પીડ બ્રેકર સત્વરે નાખવા માં આવે તેવી પણ લોકોમાં માંગ ઉભી થવા પામી છે

[wptube id="1252022"]
Back to top button