GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ નું ગૌરવ.પીએચડી ની પદવી મળી

તારીખ ૧૫/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણના નેતૃત્વમાં તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ એસ.જી. જી. યુ. સંલગ્ન એમ એમ ગાંધી આર્ટસ અને કોમર્સ કોલેજ કાલોલના ગ્રંથપાલ ડૉ. રાજેશકુમાર આર.પટેલના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં રિસર્ચ સ્કોલર શીતલબેન શશીકાંત ગાંધીના વાયવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ગાંધી દ્વારા શોધ નિબંધ રજૂ કરાતા એસજીજીયુ એ તેમનું સંશોધન કાર્ય માન્ય રાખી તેમને પીએચડી ની પદવી એનાયત કરેલ છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અનિલ સોલંકી, વિષય નિષ્ણાત તરીકે ડૉ. પ્રયતકર કાનડીયા એસોસિયેટ પ્રોફેસર ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએચડી પદવી એનાયત બદલ શ્રી દશાલાડ જ્ઞાતિ સમસ્ત કાલોલ ના પ્રમુખ શ્રી શશીકાંત પરીખ, ઉપપ્રમુખ,મંત્રી તેમજ સૌ કારોબારી સભ્યોએ, કુટુંબીજનો સ્નેહીજનો અને એસજીજીયુ સંલગ્ન તમામ કોલેજના લાઇબ્રેરિયનએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button