કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી દશનામ ગૌસ્વામી સમાજનો અઢારમો સમૂહ લગ્નોત્સવ યોજ્યો

23 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
૩૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયાં—કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે ઓગડનાથ પ. પૂ . મહંત શ્રી ૧૦૦૮ બળદેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને થળી મઠના મહંત શ્રી૧૦૦૮ જગદીશપૂરી બાપુ અને ભરતપુરી બાપુ ના સાનિધ્યમાં દશનામ ગૌસ્વામી સમાજના ૧૮મો સમૂહ લગ્નોત્સવ યોજાયો.આ અંગે યશપાલસિંહ વાઘેલા ના જણાવ્યા અનુસાર પ પૂ શ્રી ઓગડ મહંત ૧૦૦૮શ્રી બળદેવનાથ બાપુ દેવદરબાર યજમાન દાતાઓ તરફથી ભોજન પ્રસાદ તથા શ્રી પ પ્ મહંત ૧૦૦૮ શ્રી જગદીશ પૂરી બાપુ થળી મઠ તરફથી પાનેતર ગોસ્વામી કરણપૂરી ચરાડા.સોનાના પેન્ડલ ..ગોસ્વામી વસંતપૂરી દીનેશપુરી દ્વારા ગ્રહ શાંતિ ૩૧૦૦૦/રૂપિયા. લગ્નવિધિ આચાર્ય શાસ્ત્રી પંડ્યા બળદેવપ્રસાદ માંડલા.. દશનામી ગોસ્વામી સમાજ તરફ થી કરિયાવર તેમજ મિલરલ વોટર દાતા શ્રી ઓગડજી મહારાજ દેવ દરબાર અન્ય દાતાઓના સહયોગ દ્વારા દશનામી ગોસ્વામી સમાજ તરફથી સમૂહ લગ્નોત્સવનું આયોજન ધામ ધૂમથી કરવામાં આવ્યું હતું..શુભ ચોઘડિયે માંડવો રોપવામાં આવેલ અને ગઈકાલે ૩૮ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડયા . આ શુભ પ્રસંગે રાજસ્થાન અને ગુજરાત માંથી સંતો મહંતો પધારેલ યુગલોને શુભ આશીર્વાદ આપેલ.



