સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સંચાલિત શ્રીમતી એમ.આર.એચ.મેસરા*( સ્વસ્તિક બાલમંદિર)માં આજ રોજ ‘શિવોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું

7 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સંચાલિતશ્રીમતીએમ.આર.એચ. મેસરા( સ્વસ્તિક બાલમંદિર)માં આજ રોજ ‘શિવોત્સવ’નું આયોજન કરવામાં આવ્યુંહતું જેમાં નાનાં ભૂલકાં ઓ દ્વારા શંકર ભગવાનના સમગ્ર પરિવાર આધારિત શિવ ,પાર્વતી, ગણેશ , કાર્તિકેય, નંદી ,ઉંદર, કાચબો , શીવપુત્રી અશોક સુંદરી અને શિવજી નાં ગણો વગેરે પાત્રો બનાવી શિવલિંગ પર બીલી પત્ર, ફૂલ અને જળાભિષેક કરી ,આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી.સમગ્ર સંકુલનું વાતાવરણ મહાદેવમય પવિત્ર બની ગયું હતું. આ શિવોત્સવ નું સમગ્ર આયોજન સંસ્થા નાં પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.શિવોત્સવ અનુરૂપ બાળકો ને મોદી દર્શના બહેન દ્વારા શિવ – પાર્વતી ની વાર્તા કહી શિવરાત્રી નું મહત્વ સમજાવી બાળકો ને જાણકારી આપી. આ પવિત્ર પ્રસંગ માં સંસ્થા ના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ સાહેબ હાઈસ્કૂલ વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર સાહેબ તથા સ્વસ્તિક બાલમંદિરના સમગ્ર સ્ટાફ અને બાળકોએ શિવોત્સવનો આનંદ માણ્યો હતો.