GUJARAT
૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી શિનોર પોલીસ
અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી. ક્રાઈમ ગુ.રા. ગાંધીનગર નાઓએ આગામી લોકસભા સામાન્ય ચુટણી - ૨૦૨૪ અનુસંધાને તા.૨૦/૦૨/૨૦૨૪ થી નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનુ આયોજન કરેલ જે અનુસંધાને શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, વડોદરા નાઓની તેમજ પોલીસ અધીક્ષક શ્રી રોહન આનંદ સાહેબ વડોદરા ગ્રામ્ય, વડોદરા તથા નાયબ પોલીસ અધીક્ષક સાહેબશ્રી એ.એમ. પટેલ ડભોઇ વિભાગ, ડભોઇ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલ નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપેલ હતી. જે અનુસંધાને શિનોર પો.સ્ટે.નાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.મિશ્રા નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન અને સુચના આપેલ અને એક ટીમ બનાવી શિનોર પોલીસ સ્ટેશનના છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડવા ઝુંબેશ હાથ ધરેલ તે દરમિયાન અ.મ.સ.ઈ શંકરભાઈ કલજીભાઈ નાઓને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે શિનોર પોસ્ટે ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૨/૨૦૦૧ ઈ.પી.કો કલમ ૩૯૩,૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪ મુજબના ગુનાનો છેલ્લા ૨૪ વર્ષથી નાસતો ફરતો આરોપી માલુભાઈ ખુર્પસિંહ ઉર્ફે સુરબસીંગભાઈ જાતે ભીલ (મોહનીયા) રહે, ભોરકુવા તા.જોબટ જિ.અલીરાજપુર નાનો પોતાના ઘરે આવેલ હોવાની ચોક્કસ માહિતી મળતા આર.આર.મિશ્રા પોલીસ સબ ઈન્સ. નાઓએ તાત્કાલીક ટીમ બનાવી પોલીસ માણસોને મોકલેલ તે દરમિયાન મોજે.ભોરકુવા તા. જોબટ જિ.અલીરાજપુર (એમ.પી) ખાતેથી આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ શિનોર પોલીસે સતર્કતા રાખી છેલ્લા ૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી ઉત્તમ કામગીરી કરેલ છે. ફૈઝ ખત્રી..શિનોર


[wptube id="1252022"]





