GUJARATJETPURRAJKOT

Rajkot: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ઉમંગ ઉત્સવ-૨૦૨૩ અને શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે

તા.૨૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ‘ઉમંગ ઉત્સવ-૨૦૨૩’ અને ‘શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ’ તા.૨૬-૧૦-૨૦૨૩ના રોજ ગુરુવારે સવારે ૧૧ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાશે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ દ્વારા સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા ‘ઉમંગ ઉત્સવ-૨૦૨૩’નું આયોજન કરાશે. તેમજ શાસ્ત્રીય નૃત્યના કલાકારોને પ્રોત્સાહિત કરવા ‘કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ(પૂર્વ કસોટી)’નું આયોજન થશે.

[wptube id="1252022"]
Back to top button