

બ્રહ્મ કુમારી શિનોર પરિવાર દ્વારા બ્રહ્મ કુમારી ધરતી બેન ની ઉપસ્થિતિ માં શરદપૂર્ણિમાની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.
આ કાર્યક્રમમાં શિનોર નગર તેમજ તાલુકાના આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ.બહેનોએ હાજરી આપી
આપી હતી.
કાર્યક્રમમાં નાની બાળાઓએ સુંદર ગીત નૃત્ય ગરબા કરી આવનાર મહેમાનોનું દિલ જીતી લીધું હતું.
જ્યારે કાર્યક્રમમાં લેઝર શો.અવનવી વાનગીઓ દ્વારા ફનફેર પણ યોજાયો જેમાં નાના બાળકોથી માંડીને વયવ વૃદ્ધ સુધી અવનવી વાનગીઓની મજા માણી હતી.
ઉલ્લેખનીય છેકે શરદ પૂર્ણિમા એ દેવી-દેવતાઓના સંપૂર્ણતાનું એક સુંદર પ્રતીક છે શ્રીકૃષ્ણના અવ્યક્ત અને સંપૂર્ણ સ્થિતિનો આ પ્રતીક ગણાય છે.
આ સમગ્ર કાર્યક્રમ શિનોર સંચાલિકા બ્રહ્મ કુમારી ધરતી બેન ની નાં સાનિધ્ય માં યોજાયો હતો જેમાં ધરતી બેન દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]





