
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના નવીન પોલિસ વડા તરીકે શૈકાલી બરવાલ :દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ પર બ્રેક લગાવવી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે મુખ્ય હેતુ

SP શૈકાલી બરવાલે કહ્યું “દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ પર બ્રેક લગાવવી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે મારા મુખ્ય ધ્યેય તત્કાલીન SP સંય ખરાતે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું
ગુજરાત પોલીસમાં થોડા સમય પહેલા મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 70 IPSની એક સાથે બદલી કરવામાં આવી હતી. જેના કારણે “કહીં ખુશી કહીં ગમ’ જેવો માહોલ સર્જાયો હતો. કારણ કે કેટલાક અધિકારીઓને ક્રિમ પોસ્ટ પરથી હટાવીને સજા જેવી પોસ્ટ પર મૂકવામાં આવ્યા હતા, તો કેટલાકને સજા જેવી પોસ્ટ પરથી બહાર કાઢીને ક્રીમ ગણાતી પોસ્ટ મળી હતી. ત્યારે હવે અધિકારીઓ પોતાની બદલી થયેલી જગ્યા પર હાજર થઈ રહ્યા છે. ત્યારે આજે અરવલ્લી જીલ્લાના નવા પોલીસ જિલ્લા વડા તરીકે શૈકાલી બરવાલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે IPS શૈકાલી બરવાલે ચાર્જ લીધો છે. નવા SP તરીકેનો ચાર્જ સંભાળતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અરવલ્લીમાં IPS શૈક઼ાલી બરવાલે SP તરીકે ચાર્જ સંભાળતા આ પ્રસંગે તત્કાલીન અરવલ્લી જીલ્લા SP સંજય ખરાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેકટર તેમના સ્વાગત માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચ્યા હતા. તમામ પોલીસ ઇન્સપેક્ટર્સે શૈકાલી બરવાલનું પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.અને ગાર્ડ ઓફ ઓનર આપવમાં આવ્યું હતું જીલ્લા SP શૈકાલી બરવાલે વિધિવત ચાર્જ સંભળાતા પહેલા સુપ્રીધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું









