પાલનપુરની જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના C W D C દ્વારા સેલ્ફ ‘વ્હાઈટ બેલ્ટ’ પરીક્ષા લેવાઈ

પાલનપુરની જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના C W D C દ્વારા સેલ્ફ ‘વ્હાઈટ બેલ્ટ’ પરીક્ષા લેવાઈ
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના કોલેજ વુમન ડેવલપમેન્ટ સેલ(CWDC) & બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસયટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 12 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર 2023 સુધી ના15 દિવસીય ‘સેલ્ફ ડિફેન્સ’ ટ્રેનિંગનું આયોજન પ્રિ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ CWDC કન્વીનર ડૉ.સુરેખાબેન, પ્રો.હેમલ બેન અને ડૉ.જાનકીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ‘all India Wado-kai Karate -Do Association ‘સંસ્થાના ટ્રેનર દિનેશભાઈ દ્વારા લેવાયેલી ‘વ્હાઈટ બેલ્ટની એક્ઝામ’ કુલ ૩૧ વિદ્યાર્થીનીઓએ પાસ કરી હતી. અને સર્ટિ.પણ આપવામાં આવ્યા હતા. સ્ત્રી સશક્તિકરણનો પવન જોરશોરમાં સુસવાટા મારી રહ્યો છે,તેવા સમયે સ્ત્રીઓ સશક્ત બને અને સ્વનિર્ભર બને એ ખૂબ જરૂરી છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ ભવિષ્યમાં કરાટે કોચ તરીકેની નોકરીની તક પ્રાપ્ત કરીને દીકરીઓ પોતે સ્વનિર્ભર બની શકે તેવા શુભાશયથી CWDC ના કન્વીનર દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.





