BANASKANTHAGUJARATPALANPUR
સીસરાણા મા.ઉ.મા.શાળાએ તાલુકા કક્ષાએ સાંધિક રમતોત્સવમાં વિજેતા બની ગૌરવ વધાર્યું

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
વડગામ તાલુકા કક્ષાએ સાંધિક રમતોત્સવ સમુબેન મહેતા હાઈસ્કૂલ ધોતા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સીસરાણા મા.ઉ.મા.શાળા ના બાળકોએ આચાર્યશ્રી એમ.એમ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કબડ્ડી અને ખોખો સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેના કોચ તરીકે ભરતભાઈ* પરમાર (ઠાકોર) ની રાહતળે તૈયાર કરવામાં આવેલ હતા.તેમાં અંડર -19 ખોખોની સ્પર્ધામાં સીસરાણામા.ઉ.મા.શાળાના બાળકો વિજેતા બનેલ તેમજ કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શાળા ના 5 બાળકો પસંદગી પામેલ છે આમ કબડ્ડી અને ખોખો સ્પર્ધામાં શાળા ના કુલ -13 ખેલાડી તરીકે પસંદગી પામેલ છે. આ બાબતે શાળા ટ્રસ્ટી મંડળ, સ્ટાફ મિત્રોએ તથા આચાર્ય શ્રી મહેશભાઈ ચૌધરી તમામને અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]





