ગરબાડા ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસ ૨૦૨૩ ઉજવણી કાર્યક્રમ યોજાયો

તા.૦૭.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ગરબાડા ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસ ૨૦૨૩ ઉજવણી કાર્યક્રમ યોજાયો
લોકોને જેનરિક દવાઓ ખરીદવા આહ્વાન : જિલ્લામાં ગરબાડા અને દેવગઢ બારીયા ખાતે સ્ટોર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જન ઔષધિ દિવસ ૨૦૨૩ ઉજવણી કાર્યક્રમ આજ રોજ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકા ખાતે જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવના માર્ગદર્શન અને સુચના અન્વયે યોજવામાં આવ્યો હતો.
જન ઔષધિ દવાઓ સસ્તી અને સારી છે. તમામ સસ્તી વસ્તુ હલ્કી ના હોવા ના સંકલ્પ સાથે “સસ્તી એજ સારી”ના સંકલ્પ સાથે તમામ લોકો જેનરીક દવાઓનો વપરાશ કરી અને વઘુ માં વધુ લોકો જેનરિક દવાઓનો ઉપયોગ કરે તેવા અભિગમ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં આ યોજના અંતર્ગત આવતી દવાઓ સસ્તી અને સારી છે. લોકોએ વઘુ રૂપિયા ચૂકવણી કરીને મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવાના બદલે જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લઈને રૂપિયાની બચત પણ કરી શકે છે. આ દવાઓ સસ્તી અને સારી છે તેવા સુત્રો સાથે જન જાગૃતી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આયોજના અંતર્ગત ગરબાડા અને દેવગઢ બારીયાના સ્ટોર વિક્રેતાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વધુમાં વધુ લોકો જેનરિક્ દવાઓ લેવા પ્રેરાય તે હેતુ થી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનીષા બેન ગણાવા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો શિલ્પા યાદવ, RCHO અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત, જીલ્લા ડ્રગ એન્ડ ફૂડ ઇન્સ્પેક્ટર શિરીષ ગણાવા તમામ લાભાર્થીઓ સ્ટોર વિક્રેતા અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા








