GUJARATNAVSARIVANSADA

સરપંચોનું આંદોલન ત્રીજા દિવસે સમેટાયું

સરપંચોનું આંદોલન ત્રીજા દિવસે સમેટાયું
પ્રિતેશ પટેલ- વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
વાંસદા તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ પાસે પોતાના હક્ક માટે વાંસદા તાલુકા કચેરી પાસે ધરણા પર બેસી વિરોધ કરી રહ્યા હતા. તેઓ ગ્રામ પંચાયતોને રૂપિયા પાંચ લાખ સુધીના સરકારની વિવિધ યોજના હેઠળના વર્ષ 2023- 24ના વિકાસના કામો માટે પાંચ લાખ રૂપિયા સુધીના કામો ફાળવવા માટે રજૂઆત કરી રહ્યા હતા અને સાથે ત્રણ દિવસના સતત ધરણાનું એલાન પણ કર્યું હતું. જેના પગલે ધરણાંના ત્રીજા દિવસે તંત્ર દ્વારા સરપંચોની માંગ સાથે સહેમતી દર્શાવતા વાંસદા તાલુકા પંચાતના પ્રમુખ શાંતુ ગાંવીતે સરપંચ એસોસિયેશનના સભ્યો સાથે ચર્ચા કરી આગામી તા.16 સપ્ટેમ્બર સુધી સરપંચોને નિયમ મુજબ તેમના કામો આપવામાં આવશે એવી આશ્વાસન આપતા સરપંચો એ પોતાની આંદોલન મોકૂફ રાખ્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button