આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સ માં સરસ્વતી વંદના કાર્યક્રમનું આયોજન થયેલ

19 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સમાં સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ તથા સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સરસ્વતી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. એસ. આઇ. ગટીયાલા, પ્રો. પૂજા મેસૂરાણી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં પ્રી. ડૉ. ડગબર સાહેબના પરોક્ષ આશિર્વચન પ્રાપ્ત થયા. કાર્યક્રમમાં ડૉ. શીતલ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થિઓને વસંત પંચમી નું સાંસ્કૃતિક, સામાજિક મૂલ્ય સમજાવાયું. કાર્યક્રમમાં સામૂહિક આરતી તથા માં સરસ્વતીની વંદના કરવામાં આવી. સમૂહ રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ કરાયેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બોટની ડિપાર્ટમેન્ટના આસી.પ્રો.ડૉ. ધ્રુવ પંડ્યા, કું. અંકિતા કુગશિયા, કું. અમી પ્રજાપતિ, શ્રીમાન વિક્રમ પ્રજાપતિ, શ્રી કેશાજી ઠાકોર તથા વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું.