સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે યશસ્વી પ્રધાનમંત્રીના ૭૩ માં જન્મદિવસની ૭૩ છોડ વાવી પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે અનોખી ઉજવણી કરાઇ
16-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા કચ્છ :- સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા, તા. નખત્રાણા મધ્યે ૧૭ સપ્ટેમ્બર રવિવારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ મા જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે આજરોજ એસ.પી.સી., એન.એસ.એસ. અને ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે નિરોણા ગ્રામના પોલીસ સ્ટેશન, કોમી એખાલસતાના પ્રતિક એવા ફુલપીરદાદા સ્થાનકના પ્રાંગણમાં આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબની પ્રેરણાથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમા સૌપ્રથમ ફુલપીરદાદાના પટાંગણમાં , નિરોણા પોલીસ સ્ટેશનના પ્રાંગણ એ.એસ.આઇ. શ્રી એ.કે.સોઢા સાહેબ તેમજ એસ.પી.સી. ડી.આઇ. કીંજલબેન ચૌધરી તેમજ શાળાના મેદાનમાં આચાર્ય શ્રી ચૌધરી સાહેબ,એસ.પી.સી. તેમજ ઇકો ક્લબ ઓફીસર અલ્પેશભાઇ જાની, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર રમેશભાઈ ડાભી તેમજ વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ૭૩ છોડવાઓને ઇકો ક્લબ, S.P.C. અને N.S.S. ના કેડેટ્સ તેમજ સ્વયંસેવકો દ્વારા વાવી પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે હષૅભેર ઉજવણી કરવામાં આવેલ હતી.










