BANASKANTHAGUJARATPALANPUR

વિનય મંદિર મલાણા માં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મસમાજ દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો 

12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજે શ્રીવિનય મંદિર મલાણા માં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મસમાજ દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયોજેમાં શ્રી ભરત દાન ગઢવી , નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા.સંસ્થા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ સંસ્થા માં કાર્ય કરતા દરેક કર્મચારી નું શીલ્ડ આપી સન્માન કરાયું.આ પ્રંસગે મુખ્ય મહેમાનશ્રી ગઢવી સાહેબ તેમજ અન્ય મહાનુભાવ દ્વારા શિક્ષક તેમજ વિદ્યાર્થી લક્ષી પ્રેરણાદાયી ઉદબોધન કરાયું.સાથે સાથે સમાજ ના અન્ય આચાર્ય શ્રી ઓ નું પણ વિશેષ સન્માન કરાયું.સમગ્ર ગુજરાતમાં આ સંસ્થા જ હશે કે દર વર્ષે શિક્ષક દિન ના ઉપલક્ષ્ય માં પોતાના સર્વે કર્મચારી ઓ નું સન્માન કરે છેઆ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ શ્રી ચંપકલાલ જોષી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંદુલાલ જોષી, ટ્રસ્ટી શ્રી ચેલારામ જોષી , મંત્રી શ્રી જયંતિ ભાઈ પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિ રહી.આ પ્રસંગે આચાર્ય અમિતભાઈ વ્યાસે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button