
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત ‘મારી માટી,મારો દેશ ‘ મિટ્ટી મેરા દેશનું સ્વાભિમાન કાર્યક્રમ હેઠળ સાપુતારા પોલીસ વિભાગ અને હોટલ એસોસિએશનનાં સંયુક્ત ઉપક્રમે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળ એવા ગિરિમથક સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન તથા હોટેલ એસોસિએશનનાં સ્ટાફે સાપુતારાનાં તમામ જોવાલાયક સ્થળોએ ત્રિરંગા રેલી કાઢ્યા બાદ દેશનાં શહીદોને વંદન કર્યા હતા.આ સાપુતારા ખાતે યોજાયેલ ત્રિરંગા રેલીમાં સાપુતારા પોલીસ મથકનો સ્ટાફ,હોટલ એસોસિએશનનો સ્ટાફ તથા પ્રવાસીઓ પણ સહભાગી બનતા અહીનું સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની જવા પામ્યુ હતુ…
[wptube id="1252022"]





