AHAVADANGGUJARAT

ડાંગના સુબિર તાલુકામાં બાઇક પર લઈ જવાતો 36 હજારના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસે સુબીર તાલુકાના નકટીયાહનવત ગામની સીમમાંથી એક્સેસ મોટર સાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ ૩૬ હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને ૩૬ હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આહવા પોલીસ સ્ટાફના માણસો સુબીર તાલુકાના નકટીયાહનવત ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ચેકીંગમાં હતા.ત્યારે પોલીસ સ્ટાફ ના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાર્સા (મહારાષ્ટ્ર) ગામ તરફથી એક ગ્રીન કલરની એક્સેસ મોટરસાયકલ   રજી.નં GJ-30-E-6608 ઉપર એક માણસ ભારતીય બનાવટનો દેશી દારૂ લઇને આવે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ ના માણસો એ નકટીયાહનવંત ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસેથી એક્સેસ મોટરસાયકલ   રજી.નં GJ-30-E-6608 સાથે એકને ઝડપી પાડયો હતો.ત્યારે એક્સેસ મોટરસાયકલમાંથી મહારાષ્ટ્ર બનાવટની દેશી દારૂ મળી આવી હતી. જે બાદ પોલીસે મોટર સાયકલ પર સવાર વિનેશભાઈ ગાવીત (રહે. વાયદુન તા.સુબીર જી.ડાંગ) ની અટકાયત કરી હતી. તેમજ એક્સેસ મોટરસાયકલ તથા દારૂનો જથ્થો એમ મળી કુલ કિંમત રૂપિયા ૩૬,૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને દેશી દારૂ નો જથ્થો પૂરો પાડનાર મહારાષ્ટ્રના વિનુદાદા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button