મધમાખી પાલન દ્વારા મધ ઉત્પાદન થકી તમામ પાક આધારિત કુદરતી આયુર્વેદિક મધ મેળવવા અંગે જણાવતા સાગરભાઈ લોહ

24 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
મધ ઉત્પાદન અંગેની જાણકારી આપતાં પાલનપુર તાલુકાના ભૂતેડી ગામ ના ખેડૂતપુત્ર સાગરભાઈ મોતીભાઈ લોહ (ચૌધરી) એ જણાવ્યું હતું કે ઉપરોક્ત મધ મધમાખી ઉછેર આધારિત શુદ્ધ કુદરતી આયુર્વેદિક ઉપચાર તરીકે વપરાય છે તેમાં ખેતરમાં થતી પેદાશો આધારિત મધ મેળવી શકાય છે જેમાં વરિયાળી,રાયડો,અજમો,તલ, સુવા તથા જંગલ આધારિત નિયમિત મળતું મધ તેમજ અન્ય ખેતીની ઉપજ આધારિત પાક મુજબ ની ફલેવર મુજબ નું શુધ્ધ આયુર્વેદ ઉપચાર તરીકે વપરાય છે તેવું મધ મેળવી શકાય છે.પાલનપુર ખાતે જૂના ગંજબજાર જતાં માધવી ની સામે આ પ્રકારના લોકોપયોગી શુદ્ધ મધ નો SANSIK સ્ટોલ છે જ્યાં ફલેવર મુજબ ના ભાવ પ્રમાણે ની મધની પ્રોડક્ટ હાજર સ્ટોકમાં મધ ને મેળવી શકાય છે તેવું આ અંગે ના નિષ્ણાત સાગરભાઈ લોહે જણાવ્યું હતું કે લોક જીવન માં ખૂબ ઉપયોગી પ્રોડક્ટ છે તેમ વાતચીત માં વાત્સલ્યમ્ દૈનિક બ્યુરો ને જણાવ્યું હતું.