GUJARAT
સાધલી ગામે ગટર લાઈનમાં ઢાંકણા નાખવામાં ન આવતા બે દિવસમાં બે બનાવો બનવા પામતા કોન્ટ્રાક્ટર સામે લોકોનો રોષ
સાધલી ગામે કોન્ટ્રાકટર દ્વારા ગટર લાઈનનાં ઢાંકણ નાખવામાં ન આવ્યા હોવાના કારણે ખુલ્લી ગટર લાઇનમાં મોટર સાઇકલ ચાલક ખાબક્યો હતો જ્યારે આ ખુલ્લી ગટરમાં બીજા જ દિવસે એક યુવતી પડી જવા પામી હતી. રાહદારીઓએ યુવતીને બહાર કાઢી હતી. બે દિવસના અંદર માં આ બંને બનાવો બનવા પામ્યા હતા.સદનસીબે કોઈ ગંભીર ઇજા થવા પામી ન હતી. કાયાવરોહણ ચોકડી થી સાધલી બસ સ્ટેન્ડ સુધી બન્ને સાઇડો પર ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં આવી છે. ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં તો આવી પણ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાકટર પાસે ઢાંકણ નાખવાનો નથી સમય ન હોય એમ લાગી રહ્યું છે.જેનો ભોગ વાહન ચાલકોએ બનવાનો વારો આવ્યો હતો. ડ્રેનેજ લાઇન ઉપર ઢાંકણ નાખવામાં ન આવતાં સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. તંત્ર વહેલી તકે ઊંઘ ઉડાડી આ ગટર લાઈન નાં ઢાંકણા નાખે જેથી કોઈ ગંભીર અકસ્માત ની ઘટના બનતા ન બને એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. ફૈઝ ખત્રી ..શિનોર


[wptube id="1252022"]





