શિક્ષક કભી સાધારણ નહિ હોતા” આ વાક્ય ને સાર્થક કર્યુ ઈડરની પ્રાથમિક શાળા નંબર ૧ ના શિક્ષકે

સાબરકાંઠા…
“શિક્ષક કભી સાધારણ નહિ હોતા” આ વાક્ય ને સાર્થક કર્યુ ઈડરની પ્રાથમિક શાળા નંબર ૧ ના શિક્ષકે.. જેના કારણે બાળકો થી લઈ વાલીઓમાં પણ આ શિક્ષક પ્રિય બન્યા છે.. જોઈએ એક એવા શિક્ષક કે જેઓ કંઈક અલગ રીતે જ શિક્ષણ આપે છે…
આમ તો સરકારી શાળાઓ છોડી વાલીઓ ખાનગી શાળા બાળકોને અભ્યાસ અર્થે મોકલતા હોય છે ત્યારે આ ઈડર ની પ્રાથમિક શાળા કે જ્યા બાળકોને વાલીઓ સામેથી મોકલે છે.. જી હા આ શાળાના શિક્ષક કંઈક અલગ રીતે જ શિક્ષણ આપે છે અને એના કારણે બાળકો ની યાદશક્તિ વધે છે અને બાળકો તમામ રીતે પરિપક્વ બની જાય છે.. આ છે ઈડર પ્રાથમિક શાળા નંબર ૧ ના શિક્ષક હિતેશ ભાઈ પટેલ કે જેઓ પોતાના અલગ પ્રકારના શિક્ષણ ને લઈને હાલ તો સોશિયલ મિડીયા માં છવાયા છે અને નાના બાળકો થી લઈને વાલીઓ અને સ્ટાફમાં પણ પ્રચલિત બન્યા છે.. અને એટલે ઈડર શહેરમાં આવેલ આ સરકારી શાળામાં ૪૦૦ થી વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે એ પણ ખાનગી શાળાઓ છોડી અને અહિ વધુ બાળકો મજુરીકામ કરતા વાલીઓના છે એવુ પણ આચાર્ય એ જણાવ્યુ હતુ…
આમ તો આ શાળામાં સરકાર દ્રારા આપેલ તામામ પ્રકારના સાધન સામગ્રી ઉપલબ્ધ છે. અને એ તમામ સાધનો દ્રારા બાળકોને અહિ મફત શિક્ષણ અપાય છે અને એમાય અહિ એક પ્રયોગ શાળા પણ બનાવી છે અને હિતેશ ભાઈ ગણિત વિગ્યાન ના શિક્ષક છે અને તેઓ ગણિત હોય કે વિગ્યાન પણ હિતેશ ભાઈ જે બાળકો સમજે નહી તેઓને વિષય પ્રમાણે શિક્ષણ આપે છે અને એમાય જ્યા બાળકો સમજે નહિ તો ગીત કે અભિનય ગીત ગાઈને શિક્ષણ આપે છે.. તો આ ઉપરાંત જે વિષયમાં બાળકોને સમજ ન પડે તેવા વિષયમાં આ શિક્ષક પોતાની આગવી શૈલીમાં શિક્ષણ આપીને બાળકોને શિક્ષણ આપે છે જેના થકી બાળકો ગીત રમત અને ગમ્મત સાથે શિક્ષણ મેળવે છે તો આ શાળાના બાળકો આ શાળા છોડી અલગ જગ્યાએ જવા પણ તૈયાર નથી જેનુ કારણ છે અહિનો સ્ટાફ માત્ર હિતેશ ભાઈ જે અભિનય કે ગીત રજુ કરે છે તેમણે સાથ શાળાનો સ્ટાફ પણ આપે છે જેને લઈ ઈડર શહેરમાં આ શાળાની બોલબાલા વધી છે…
હાલ તો ખાનગી શાળાઓ કુદકે ને ફસકે વધી રહી છે ત્યારે જો તમામ સરકારી શાળાઓના શિક્ષક આ પ્રકાર નુ શિક્ષણ આપે તો ચોક્કસ પણે શાળાઓની સંખ્યા ઘટશે નહિ અને અન્ય શાળાના શિક્ષક પણ આ શાળાના શિક્ષક નુ ઉદાહરણ લઈને શિક્ષણ કાર્ય કરે તેમાં નવાઈ નહિ…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા