IDARSABARKANTHA

ઈડર સહકારી જીન મામલે રાજ્ય રજિસ્ટ્રારએ વહીવટદાર સમિતિની રચના કરતો હુકમ કરતાં જીન બચાવો સમિતિના સભ્યો મા ખુશી જોવા મળી

ઈડર સહકારી જીન મામલે રાજ્ય રજિસ્ટ્રારએ વહીવટદાર સમિતિની રચના કરતો હુકમ કરતાં જીન બચાવો સમિતિના સભ્યો ઘેલમાં આવી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી જીનની બોડી સામે કરવામાં આવેલ ભ્રષ્ટાચારના આક્ષેપ વરચે સરકારે કસ્ટડીયન કમીટીની રચના કરતા મંડળી ઓમા ખૂશી જોવા મળી રહી છે…

સાબરકાંઠા જિલ્લાના ઈડર સહકારી જીન મિલ લિ. માં થોડા સમય અગાઉ જીન વ્યવસ્થાપક સમિતિ સામે ખેડુતો તેમજ જીન બચાવો સમિતિ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા જીન બચાવો સમિતિ દ્વારા જીનની વ્યવસ્થાપક સમિતિ પર કરવામાં આવેલ આક્ષેપો વચ્ચે જીલ્લા રજિસ્ટ્રાર અને રાજ્ય રજિસ્ટ્રાર સહિત ઉચ્ચ કક્ષાએ જીન બચાવો સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જીનમાં વહીવટ કરતી વ્યવસ્થાપક સમિતિ અને જીન બચાવો સમિતિએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જીનમાં ચાલતા વહીવટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે જીન વ્યવસ્થાપક સમિતી તેમજ જીન બચાવો સમિતિ વચ્ચે સામ સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી જીનના કમ્પાઉન્ડમાં નવીન નિર્માણ પામનાર કોમ્પલેક્ષમાં જીન વ્યવસ્થાપક સમિતિએ ભ્રષ્ટાચાર કર્યાં હોવાનાં આક્ષેપ સામે જીલ્લા તેમજ રાજ્ય રજિસ્ટ્રારએ બંને પક્ષોની અપિલ અને દલીલો સાંભળી હતી અને ઈડર સહકારી જીન મિલ લિ. ખાતે સરકારે જીનની હાલની વ્યવસ્થાપક સમિતિને બરખાસ્ત કરી જીનમા વહીવટ કરવા નવીન વહીવટદાર સમિતિની રચના કરવામાં આવી છે…

જૉકે ઉલ્લેખનીય છેકે ઈડર સહકારી જીન મિલ લિમિટેડનાં ચેરમેન પ્રકાસભાઈ પટેલ કહી રહ્યા છેકે જીનમાં ચાલતા આક્ષેપ વરચે અમોએ હાઈકોર્ટમાં કરેલ અપીલની મુદત પેન્ડિંગ પડેલ છે. જે મુદત આવનાર તારીખ ૧૩/૦૬/૨૩ સુધી હાઈકોર્ટ દ્વારા સ્ટોપિંગ આપવામા આવ્યુ છે. રાજ્ય રજીસ્ટાર કોઈપણ પ્રકારનો નિણર્ય ન લઇ શકે તેમજ હાઈકોર્ટ નાં નિણર્ય સામે રાજ્ય સરકાર કઇપણ કરી શકતી નથી. તેમજ અમે હાઈકોર્ટનાં નિર્ણયનું પાલન કરવા માટે બંધાયેલ છે. તેમજ હાલની જે કમિટી છે તે કમિટી હાઈકોર્ટ નો નિર્ણય ન આવે ત્યા સુધી યથાવત જીનમાં યથાવત રહેશે. ત્યારે બંને પક્ષો વરચે ચાલતા આક્ષેપ બાજી વરચે હાઈકોર્ટે નો નિણર્ય આવે તેની સામે સૌ કોઈ ની નજર મીડરાઈ રહી છે…

:- જીનમાં નવીન કસ્ટડીયન કમિટી ની રચના કરવામાં આવી…
૧) ચંદ્રકાંત ભીખાભાઈ પટેલ
૨) મહેન્દ્ર બાબુભાઈ પટેલ
૩) પરષોત્તમ દવાભાઈ પટેલ
૪) ભરત છગનભાઈ પટેલ
૫) દિનેશ ભીખાભાઈ પટેલ
૬) દિનેશ ડાહ્યાભાઈ પટેલ
૭) મહેશ નાથાભાઈ પટેલ
૮) દિનેશ નરપતભાઈ દેસાઈ

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button