IDARSABARKANTHA

ગુંદિયા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ત્યજી દેવાયેલ બાળકીનો જીવ બચાવાયો

ગુંદિયા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ત્યજી દેવાયેલ બાળકીનો જીવ બચાવાયો

*******************

યમરાજને પણ બેકાર કરી મુકતી રાજ્ય સરકારની “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”

********************

કહેવાય છે કે “રામ રાખે એને કોણ ચાખે” આવોજ કિસ્સો તલોદ તાલુકાના ગુંદિયા ગામ સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગુદિંયા ગામે રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ ત્યજી દેવાયેલ બાળકીનો જીવ બચાવ્યો છે.

૧૦૮ સેવાના કર્મચારી રિઝવાનભાઇ જણાવે છે કે અમને વહેલી સવારે ૬:૪૦ કલાકે ગુંદિયા ગામેથી કોલ આવ્યો. કોલ આવતાની સાથે જ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી. ત્યાં ગુંદિયા ગામના આગેવનશ્રી મહેન્દ્રભાઈ પટેલે બનેલ ઘટનાની જગ્યા બતાવી હતી. જગ્યાએ પહોંચતા જ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દીધેલ બાળકી મળી આવેલ હતી.

૧૦૮ ના ઈએમટી રિઝવાનભાઇ,પાઇલોટ પ્રકાશભાઇ અને તેમની ટીમ દ્વારા બાળકીની તાત્કાલિક યોગ્ય સારવાર કરીને હિંમતનગર જી એમ ઇ આર એસ સિવિલ હોસ્પિટલ ખાતે પોંહચાડી બાળકીનો જીવ બચાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button