SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓની ચિંતન શિબિર યોજાઈ

***********

સમગ્ર જિલ્લા માટે શું કરી શકાય તેની ચિંતા કરતા અધિકારીઓએ ચિંતન શિબિર યોજી

– પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત

***************

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર ટાઉનહોલ ખાતે પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને જિલ્લાના વર્ગ એક/બે ના અધિકારીઓની એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી.

આ શિબિરમાં પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ચિંતન શિબિર દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સમગ્ર જિલ્લા માટે શું કરી શકાય તેની ચિંતા કરી ચિંતન શિબિર યોજી છે. અગાઉ પણ આ પ્રકારે બે બેઠક યોજી ચિંતન શિબિરના કયા વિષય ઉપર ચર્ચા વિચારણા કરવી તેનો નિર્ણય અને ચર્ચાઓ કરી હતી. જેનું આ શિબિરમાં મૂલ્યાંકન કરવાનો છે. આ ચિંતન શિબિરમાં પ્રાકૃતિક ખેતી, પશુપાલન, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, કુપોષણ તેમજ પર્યટક સ્થળોના વિકાસ જેવા વિષયોની આવરી લઈ તેના વિષે વિગતવાર ચર્ચા વિચારણા તેમજ તેમાં સમસ્યાના મૂળ સુધી પહોંચી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન થાય એ આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે ચિંતન શિબિરમાં સમસ્યાઓના ઉકેલ બાદ તેના અમલીકરણ પરત્વે પણ ખાસ ધ્યાન આપી દરેક બેઠક વખતે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેથી આ ચિંતન શિબિરનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી શકાય.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવશ્રી મુરલીક્રિષ્નએ જણાવ્યું કે જિલ્લાના આદિજાતિ વિસ્તારોનો વિકાસ તેની મુખ્ય પ્રભામાં જોડવા માટે લોકોને રોજગારી અને શિક્ષણ મળી રહે તે માટે તેમજ આદિજાતિ વિસ્તારમાં પોષણ આરોગ્ય બાબતોની ચર્ચા કરી આ સમસ્યાઓનો સમય મર્યાદામાં નક્કી કરી તેને યોગ્ય ઉકેલ લાવી અમલીકરણ થાય તે ખૂબ જરૂરી છે. આ ચિંતન શિબિરમાં પાંચ વિષયો નક્કી થયા છે. આ પાંચ વિષય ઉપર ચર્ચા કરી એક રોડમેપ નક્કી કરી યોગ્ય કામગીરી થાય તે ખૂબ જરૂરી છે.

આ પ્રસંગે ઉપસ્થિત આઈહબના સીઈઓશ્રી હિરણ્યએ જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા યુવાનોને નવા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરવા માટે તેમજ નવા ઉદ્યોગપતિઓને સપોર્ટ કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં ૭૦૦૦ થી વધુ યુવાનોએ નાના-મોટા નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. જેના થકી રોજગારી મળી છે. આ સ્ટાર્ટઅપ દ્વારા હાલની પરિસ્થિતિમાં જે સમસ્યાઓ છે તે સમસ્યાઓનું સમાધાન મળી રહ્યું છે. જેના જીવંત ઉદાહરણો પણ શ્રી હિરણ્યર પ્રસ્તુત કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ૭૦૦૦ માંથી ૭૦૦ થી વધુ યુવાનો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના છે. જેમને સમસ્યાઓ અને તેના હલ સ્વરૂપે નવા સ્ટાર્ટ અપ શરૂ કર્યા છે.

આ ચિંતન શિબિરમાં અમલીકરણ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા પર્યટન સ્થળોના વિકાસ, પ્રાકૃતિક ખેતી તેમજ તેના ઉત્પાદિત માલ વિતરણ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય કુપોષણ એનિમિયા વગેરે બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ચિંતન શિબિરમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી નવા આઈડિયા દ્વારા સ્ટાર્ટઅપ શરૂ કરેલ યુવાનોએ પોતાના સ્ટાર્ટ અપ વિશે અધિકારીઓને માહિતગાર કર્યા હતા.

આ ચિંતન શિબિરમાં જિલ્લા સમાહર્તાશ્રી એ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિકાસ થઈ રહ્યો છે. પશુપાલન અને ખેતીમા આવતી મુશ્કેલીઓ આરોગ્ય પર્યાવરણ વગેરે વિષય આવરી લઈ મહત્વના મુદ્દાઓનો આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી છે. તેને અમલીકરણ અધિકારીઓ અમલ કરી શકે અને જિલ્લાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે તેવી અપીલ કરી હતી.

આ ચિંતન શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ચિંતન શિબિરમાં ભા

ગ લીધો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠ

આ ચિંતન શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button