HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર ધોરણ- ૧૨ ગુજકેટની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો ફરમાયા

સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર ધોરણ- ૧૨ ગુજકેટની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો ફરમાયા

 

***

 

પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કેલ્ક્યુલેટર કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ

 

***

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધ્વારા આયોજિત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટની પરીક્ષા- ૨૦૨૩ યોજાનાર છે પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ સોમવાર સવારે ૯:૦૦ કલાકે થી સાંજના ૧૭:૦૦ કલાક તથા સુધી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જુદા જુદા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે. આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા ઝેરોક્ષ મશીનોનો દુરૂપયોગ રોકવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી હિતેષ કોયા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધ્વારા આયોજિત ધોરણ-૧૨ ગુજકેટના ઉમેદવારોની પરીક્ષા- ૨૦૨૩ યોજાનાર હોઇ પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ છે.

 

તદ્ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલ હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગાથવું નહી, સુત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવર ઉપર પ્રતિબંધ છે.પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન કેન્દ્રમાં સંભળાય તે રીતે માઇક/ મ્યુઝીક વગાડી શકાશે નહી. પોલીસ અધીકારી/કર્મચારીના સગા અથવા સંતાનો તેઓને સોંપાયેલ પેટા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયેલ હોય તો તે સ્થળે તેઓ બંદોબસ્તની ફરજ બજાવી શકશે નહી. પોલીસ કર્મચારીઓ કોઇ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્રના મકાનની અંદર જઈ શકાશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

 

 

 

રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button