હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠી યોજાશે
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીકૃષ્ણ પ્રેમ સંસ્થા હિંમતનગર દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃત સંગોષ્ઠી યોજાશે. ભારતીય સંસ્કૃતિમાં નિરૂપિત જીવન મૂલ્યો અને માનવ અધિકાર અંગે આજે તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૩ શુક્રવાર સવારે ૯:૩૦ કલાકે એસ.એસ.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા, શ્રી ગોપાલસિંહ રાઠોડ એન.જી ગ્રુપ હિંમતનગર, શ્રી અરવિંદ બી મછાર નાયબ માહિતી નિયામક હિંમતનગર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી એ પી સોલંકી, ડો રાજેશકુમાર જોશી, ડો. સુરભી વૈષ્ણવ, ડો. દિશા સાવલા, ડો. વિનોદ બબ્બર વક્તવ્ય રજૂ કરશે.
રિપોર્ટ,જયંતિ પરમાર
[wptube id="1252022"]



