
સાબરકાંઠા…
અધિક શ્રાવણ માસનાં એકમથી સરું થનાર દસામા વર્તને લઇ બજારમાં મૂર્તિઓનું આગમન થયું છે.. ઇકોફેન્ડલી મૂર્તિને ભૂલી ભકતો પ્લાસ્ટર ઓફ પેરિસની (P.O.P) મૂર્તિઓ તરફ વઘુ આકર્ષિત થઈ રહ્યા છે.. ત્યારે પાણીમાં ફેલાતું પદુષણ રોકવા તેમજ પાણીમાં રહેતાં જીવોને પદુષણથી બચાવવા ભક્તોને ઇકોફેન્ડલી મૂર્તિ ઓની ખરીદી કરવા અપિલ કરતું હોય છે.. જૉકે બજારોમાં P.O.P ની પ્રતિમાની ધૂમ વેચાણ સામે તંત્રએ મૌન વર્ત ધારણ કર્યુ છે…
મંગળવારથી પ્રારંભ થતાં અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે.. અધિક શ્રાવણ મહિનામાં શિવ પૂજાનો અનન્ય મહિમા હોવાથી શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નનાદથી ગુંજી ઉઠતા હોઈ છે.. મંગળવાર થી શરુ થતાં શ્રાવણ માસમાં અનેક વર્ત અને તહેવારો આવતાં હોય છે.. ત્યારે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં પવિત્ર માસની ઉજવણી કરવામા આવતી હોય છે.. ત્યારે એકમથી દશામાનું વર્ત સરું થઈ રહ્યું છે ભક્તો દસ દિવસ સુધી માતાજીને મહોલ્લા શેરીઓ મંદિરો તેમજ પોતાનાં ઘરે સ્થાપના કરતા હોય છે.. દશ દિવસ સુધી ભક્તો સવાર સાંજ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી દશમના દિવસે માતાજીની મૂર્તિને તળાવો, નદીઓ, સહિત પાણીમાં વિસર્જિત કરતા હોય છે.. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના શહેરોમાં દશામા વ્રતનું શરું થાય તે પહેલા માતાજીની મૂર્તિ ઓનું બજારમાં આગમન થયું છે.. શહેરો માં લારી દુકાનો સહિતના સ્થળે P.O.P માંથી ત્યારથી થયેલ દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. રાજ્ય સરકાર એક તરફ પ્રકૃતિ તેમજ પાણીમાં પદુષણ ન થાય તેણે લઇ પ્લાસ્ટર ઑફ પેરિસની મુર્તિઓ પર રોક લગાવતી હોઈ છે.. અને ભક્તોને P.O.P મૂર્તિની બદલે ઇકોફેંડલી મુર્તિ ઓની ખરીદી કરવા અપિલ કરવામાં આવતી હોય છે.. આમ તો રાજ્ય સરકાર ગણેશ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે પ્રતિબંધ ફરમાવતી હોય છે તેમજ ભક્તોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવા માટે આહવાન પણ કરતી હોય છે.. જૉકે દશામાનુ વ્રત શરૂ થાય તે પહેલા બજારોમાં P.O.P ની મુર્તિઓનાં વેચાણ સામે કોઈપણ રોક લગાવાઇ નથી તેણે લઇ પકૃતી પ્રેમીઓ તેમજ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે..
“વૃક્ષો વાવો અને પાણીને પ્રદૂષિત થતું બચાવો” મંગળવારથી પવિત્ર અધિક શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે આ શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મના વિવિધ તહેવારો અને વ્રતોની આનંદ ઉલ્લાસથી ભક્તો ઉજવણી કરતા હોય છે.. દશામાનું વ્રત પણ હવે ચાલુ થવા જઇ રહ્યું છે દશામાંના વ્રતની અંદર ભક્તોને ખાસ વિનંતી કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ન વાપરતા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ધરે સ્થાપના કરવી જોઈએ જેથી આપણે પ્રકૃતિનો પણ બચાવ કરી શકીએ અને પાણીને પ્રદૂષિત થતું પણ આપણે અટકાવી શકીએ.. ખાસ કરીને જે રીતે ગણપતિ મહોત્સવમાં સરકારી ગાઈડલાઈન મુજબ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વર્જીત છે તેજ રીતે દશામાની મુર્તિઓ માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે વર્જીત છે.. દસ દિવસની પુજા અર્ચના બાદ ભકતો મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા હોઈ છે.. જ્યારે ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા મૂર્તિના વિશર્જન સમયે અલગથી કુંડ બનાવાતા હોઈ છે.. તેજ રીતે દશામાંનાં વર્ત દરમીયાન પણ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા માતાજીની મુર્તિઓ માટે અલગથી કુંડ બનાવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.. સ્થાનિક તંત્ર દ્વારા તળાવો નદીઓ સહિતના વિસર્જન સ્થળો પર પાણી કિનારે પાણીમાં અલગ કુંડ બનાવી પાણીની અંદર દશામાની મૂર્તિઓનું પણ વિસર્જિત કરવામાં આવે અને ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે વિધિ વિધાન મુજબ સ્થાનીક તંત્ર દ્વારા મુર્તિઓ માટે વિર્સજન કરવાની સગવડ ઉભી કરવામાં આવે તો પાણીમાં રહેતાં જીવજંતુ ઓને પ્રદૂષણથી બચાવી શકાય છે.. તેમજ પાણીને પદુષણ મુકત પણ બનાવી શકાય છે.. ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે વૃક્ષો વાવીએ પ્રકૃતિને બચાવી પીવાના પાણીને પ્રદૂષિત થતું બચાવીએ…
એક તરફ સરકાર તેમજ સ્થાનિક તંત્ર પાણીને પ્રદૂષણ મુક્ત કરવા અર્થાર્ગ પ્રયાસો કરતા હોઈ છે.. બજારોમાં ધૂમથી વેચાણ થતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી તેણે લઇ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.. પાણીમાં રહેતાં જીવોને લઇ જીવદયા પ્રેમીઓ સતત ચિંતિત રહેતાં હોઈ છે.. ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી ત્યાર થયેલ દશામાંની મૂર્તિની ભકતો સ્થાપના કરી દશ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ છેલ્લાં દીવસે મુર્તિનું વિસર્જન કરશે ત્યારે પાણીને પ્રદૂષણ મુક્ત અટકાવવા જીવદયા પ્રેમી ઓએ સ્થાનિક તંત્રને મૂર્તિના વિસર્જન માટે અલગથી કુંડ ત્યાર કરવાં લોક માંગ ઉઠવા પામી છે.. ત્યારે બજારોમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મુર્તિ ઓનાં ધૂમ વેચાણ સામે તેમજ વિસર્જન સમયે સ્થાનીક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા