ઈડરની અરવલ્લીની ગીરીકંદરા ઓ વચ્ચે આવેલું કણ કર્ણનાથ મહાદેવ મંદિર અધિક શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું..


સાબરકાંઠા…
ઈડરની અરવલ્લીની ગીરીકંદરા ઓ વચ્ચે આવેલું કણ કર્ણનાથ મહાદેવ મંદિર અધિક શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું.. ત્રણ વર્ષે એક વાર આવતા અધિક માસમાં 20 વર્ષ પછી અધિક શ્રાવણ માસ આવ્યો છે જ્યારે ભક્તો ભગવાન પુરુષોત્તમની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે.. અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે..
સાબરકાંઠા જિલ્લાનું અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે વસેલું કર્ણનાથ મહાદેવ મંદિર અધિક શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યું છે.. 20 વર્ષે એકવાર આવતાં અધિક શ્રાવણ માસને લઇ ભક્તોમાં અનેરો મહિમા જૉવા મળી રહ્યો છે.. પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે આ માસ ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે અધિક માસમાં વિધિ-વિધાનની સાથે કરવામાં આવેલ ધર્મ-કર્મથી કરોડ ગણું ફળ મળે છે. પિત્તરોની કૃપા પ્રાપ્તિ માટે આ મહિનામાં પુણ્ય કર્મ કરવા જોઈએ જોઇએ તેવી લોકવાયકા રહેલી છે.. જ્યારે અધિક શ્રાવણ માસમાં વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તેમજ ભકતો ભગવાન શિવની પૂજા અર્ચના કરી શિવ ભકિતમાં મનમીત થયાં છે.. ગુજરાતી પંચાંગ અનુસાર 18 જુલાઈ, મંગળવારના રોજથી અધિક માસનો પ્રારંભ થયો છે. આમ તો, અધિક માસ દર 3 વર્ષે એકવાર આવે છે. પણ, મહત્વની વાત એ છે કે આ વખતનો અધિક માસ એ અધિક શ્રાવણ માસ છે.. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે.. અધિક માસને મલ માસ તેમજ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ અધિક માસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વૈદિક પંચાંગની ગણતરી સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણના આધારે થતી હોય છે. એક ચંદ્ર વર્ષ 354 દિવસ જેટલું લાંબું હોય છે. જ્યારે એક સૂર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. આ બંન્નેની વચ્ચે પૂરાં 11 દિવસનો અંતરાય પડે છે. 3 વર્ષમાં આ સંખ્યા 33 દિવસ એટલે કે લગભગ 1 માસ જેટલી થઈ જાય છે. ત્યારે આ અસમાનતાને દૂર કરવા માટે જ દર ત્રણ વર્ષે એક અધિક માસ ઉમેરવામાં આવે છે. કહે છે કે જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી થતી તેને જ અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. જે દર ત્રણ વર્ષે એકવાર બને છે. વાસ્તવમાં ઋતુચક્રની ગણતરી તેમજ ઋતુગત ઉત્સવોની પરંપરા જળવાયેલી રહે તે માટે પણ અધિક માસની ગોઠવણ કરવામાં આવે છે. તો ધાર્મિક દૃષ્ટિએ આ અધિક માસ અત્યંત ફળદાયી મનાય છે…
પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને ગણપતિ અધર્વશીષ મનુષ્યને પુણ્ય તરફ લઈ જાય છે. ભાગવત કથા અને પુરૂષોતમ માસનો સંયોગ પણ ઘણો દુર્લભ છે. કહેવાય છે કે સ્વર્ગમાં બધુ મળી શકે છે, પણ ભાગવત કથા નહી. પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યુ કે તે વર્ષના બાર મહિનામાં ક્યારેય નહી મરે તો ભગવાને અધિકમાસ ની રચના કરી. ત્યારપછી જ નરસિંહ અવતાર લઈને ભગવાને તેનો વધ કર્યો. આ મહિનામાં ભગવાન વિષ્ણુના નામનું જપ કરવુ હિતકારી રહે છે. તેમના જાપ કરવા માત્રથી જ પાપમાંથી મુક્તિ મળી જાય છે.. હિન્દુ ધર્મમાં અધિક શ્રાવણ માસનું ખૂબ મહત્વ રહેલું છે ભકતો વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા અર્ચનામાં મણમિત થતાં હોઈ છે.. અને ભગવાન શિવને બીલીપત્ર દૂધ જળાભિષેક કરી ભોળાનાથ ને રીઝવતા હોઈ છે.. જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લિંભોઇ ગામની સીમમા આવેલ ડુંગરો વરચે આવેલુ કર્વનાથ મહાદેવ મંદિર પણ ભક્તોનાં રંગમાં રંગાયું છે…
ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એકજ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



