પોશીના તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં જિલ્લા સમાહર્તાશ્રીએ ૧૮ જેટલા લોકપ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું


પોશીના તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં જિલ્લા સમાહર્તાશ્રીએ ૧૮ જેટલા લોકપ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું
**********
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા સમાહર્તા શ્રી એન.એન. દવે ની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્ર્મમા ૧૮ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ કર્યો હતો. તેમજ વહીવટી કારણોસર ત્રણ અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી.
જિલ્લા સમાહર્તાશ્રીએ આ કાર્યક્ર્મમાં વહિવટી તંત્રને સકારાત્મક રહીને લોકા ના પ્રશ્નો સાંભળવા જણાવ્યું સાથે આ આદિજાતી વિસ્તારના લોકોમાં શિક્ષણ ઓછુ હોવાથી સરકારી સહાયો અંગે તેઓ જાગૃત બને અને અંધશ્રધ્ધા વહેમ કુ-રિવાજો દુર કરવા પર ભાર મૂક્યો હતો. સરકારની યોજનાઓ જેવી કે, વૃધ્ધ પેંશન યોજના, ગંગા સ્વરૂપા સહાયના લાભાર્થીઓને ઓળખીને તેમને ઘેર બેઠા આ યોજનાનો લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં જિલ્લા સમાહર્તાશ્રીએ લોકપ્રશ્નો શાંતિથી સાંભળી તેના હકારત્મક ઉકેલ કર્યા હતા.આ કાર્યક્ર્મમાં શાળા, રોડ- રસ્તા, સફાઇ, પાણી, સરકારી સહાય જેવી કે વૃધ્ધ પેંશન યોજના, ગંગા સ્વરૂપા સહાય, નામફેર કરવા, મા અન્ન્પુર્ણા કાર્ડ જેવા અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા



