ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે મૃતદેહ ને લઈ ગામ મા આવતા એક જ કોમના બે જૂથ વચ્ચે હંગામો સર્જાયો


સાબરકાંઠા…
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે થી મળી આવેલા મૃતદેહ મામલે આદીવાસી વિસ્તારના એક જ કોમના બે જૂથ વચ્ચે હંગામો સર્જાયો હતો તેમ જ મૃતદેહ મેં અન્ય વ્યક્તિના ઘરે મૂકવા જતા પોલીસે દરમિયાનગીરી કરતા પથ્થરમારો સર્જાયો હતો જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત સ્થાનિક લોકોને સમજાવટના પગલે સમગ્ર મામલો થારે પડ્યો છે તેમજ ચડોતરા જેવી ઘટનાને ટાળી શકાઈ છે…
સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામ નજીકથી ગત રાત્રે એક મૃતદેહ મરી આવ્યો હતો જેના પગલે પોલીસ એ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો જોકે સ્થાનિકોએ મૃતદેહ ને હત્યા થયા હોવાનું માની ચડોતરું કરવાનું નક્કી કર્યું હતું ત્યારે પોલીસને આ બાબતે જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો સાથોસાથ સ્થાનિક પરિવારજનો સહિત આદીવાસી વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરી ચડોતરાની વાત ને ટાળી મૃતદેહ સ્વીકારવા મામલે પરિવારજનોને સહમત કરાયા હતા જેના પગલી હાલના તબક્કે સ્થાનિક પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી તેની અંતિમવિધિ ની પ્રક્રિયા હાથ ધરી છે જેના પગલે જિલ્લા બોર્ડની પોલીસે પણ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે જોકે જિલ્લા પરની પોલીસ સ્થાનિક કક્ષાએ ખડે પગે રહેતા ચડોતરું ટાળી શકાયું છે…
જયંતિ પરમાર સાબરકાંઠા



