બાગાયત ખાતાની સહાય માટે ૩૧ મે ૨૦૨૩ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
સાબરકાંઠા જિલ્લાના ખેડુતોને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે સરકારશ્રીનું (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ તા.૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે, તો વિવિધ ઘટકો જેવા કે ફળપાક વાવતેર, સરગવાની ખેતી, પપૈયા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબર ખાતરો, નાની નર્સરી, ટુલ્સ ઇક્વિપમેન્ટ, શોર્ટીંગ ગ્રેડિંગના સાધનો, પેકિંગ મટેરીયલ્સ, ટ્રેક્ટર(20 PTO HP સુધીના) , શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણ, વેલાવાળા શાકભાજી પાકોમાં ટ્રેલીઝ/મંડપ, ફુલપાકોના વાવેતર,પ્લગ નર્સરી, પ્લાસ્ટીક મલ્ચીંગ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બટાકામાં શોર્ટીંગ ગ્રેડિંગ યુનિટ, પેકહાઉસ, કોલ્ડ સ્ટોરેજ જેવા ઘટકોમાં સહાય મેળવવા માંગતા ખેડુત મિત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડુત મિત્રોએ અરજીની પ્રિન્ટ મેળવી જરૂરી સાધનિક કાગળો સાથે અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સી-બ્લોક, ભોયતળીયે, બહુમાળી ભવન, હિંમતનગર, સાબરકાંઠા ખાતે અરજી કર્યાના દિન-૭ માં બિનચુક પહોચાડવાની રહેશે.
જયંતિ પરમાર સાબરકાંઠા