IDARSABARKANTHA

ગ્રામ પંચાયતોને સ્વરછ ગામ નિર્મળ ગામ બનાવવા સુકો તેમજ લીલો વેસ્ટ કચરા માટે ૬ જેટલાં વાહનોને ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

સાબરકાંઠા…

ઈડર તાલુકા પંચાયત ખાતે ત્રણ ટ્રેક્ટર તેમજ ત્રણ ઈ-રિક્ષાનું પ્રસ્થાન કરવામાં આવ્યું સ્વરછ ભારત મિશન ગ્રામીણ વર્ષ ૨૦૨૨/૨૩ અંતર્ગત ગ્રામ પંચાયતોને સ્વરછ ગામ નિર્મળ ગામ બનાવવા સુકો તેમજ લીલો વેસ્ટ કચરા માટે ૬ જેટલાં વાહનોને ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું

સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકા પંચાયત દ્રારા ૧૫મુ નાણાંપંચ ૨૦૨૧/૨૨ તેમજ સ્વરછ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઈડર તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોને વેસ્ટ કચરાના નિકાલ માટે વાહનોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઈડર તાલુકાની જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા બે ટ્રેક્ટર, પૃથ્વીપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા એક ટ્રેક્ટર તેમજ ઉમેદપુરા, સાબલવાડ અને એકલારા ગ્રામ પંચાયતોને ત્રણ -રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી સ્વરછ ગામ નિર્મળ ગામ સૂત્રને સાર્થક કરવાના હેતુ સાથે ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, તાલુકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપના આગેવાનો હોદેદારો તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button