SABARKANTHA

હિંમતનગર ખાતે સાબર સ્ટેડિયમ માં લોકમુખે ચર્ચાતી ઘેર રીતીઓ.

વાત્સલ્યમ્ સમાચાર

તા. 16 /4/2023

રિપોર્ટર:- ઓમકુમાર મલેશિયા સાબરકાંઠા

 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ સાબર સ્ટેડિયમમાં ચાલતી ઘેર રીતીઓના કારણે ગુજરાત લેવલે ખૂબ જ ફેમસ બન્યું છે તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ગત સમયમાં સાબર સ્ટેડિયમનું રસોડું ચલાવતા રસોઈયા દ્વારા મહિલા સિક્યુરિટી ગાર્ડના પતિને રાત્રિ દરમિયાન બાલિકા હોસ્ટેલમાં રસોડાના ભાગ માં બોલાવી ને ત્રીક્ષણ હથિયાર દ્વારા લોહી લુહાણ કરી દેવામાં આવ્યો હતો બાલિકાઓનું હોસ્ટેલનું રસોડું આખું લોહી લોહાણ થઈ ગયું હતું પોલીસ ફરિયાદ પણ થઈ હતી મળતી માહિતી મુજબ તે રસોયા ને કોર્ટમાં તેનો ગુનો સાબિત થતાં કડક સજા સંભળાવવામાં આવી હતી. હજી સુધી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સાબર સ્ટેડિયમમાં રસોઈ બનાવતી એજન્સી સામે કોઈપણ જાતના શિક્ષાત્મક પગલાં તેમજ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાબર સ્ટેડિયમ ખાતે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા 2018 ના ડી.સી બી લો ની માગણી કરવામાં આવી હતી આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ને સાબર સ્ટેડિયમના સત્તાધિકારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ડી.સી. બીલ અને માગેલી માહિતી માટે અત્યારે એક્ટિવિસ્ટરને અપીલ માં ઉચ્ચકક્ષાએ જવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ માહિતી માંગવામાં આવેલ ડી.સી બીલો સગવડિયા બનવા મા આવીયા છે . તેવું ગુનાહિત કૃત્ય કરવામાં આવેલ છે તેવી લોકમૂખે ચર્ચા થઈ રહી છે. ગત સમય મા કેમ્પસ માંથી સરકારી નીતિ નિયમ મુજબ ભંગાર આપવા માટેની કોઈ પણ કાર્યવાહી ન કર્યા વગર ભંગાર બારોબાર ગેરકાયદેસર રીતે વેચી મારવામાં આવેલ છે આ બનાવ અંગેની પણ માહિતી આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માગવામાં આવેલી હતી તેના પ્રતિ ઉત્તર માં પણ ઉડાવ જવાબ આપવા મા આવ્યો હતો બંને ખોટી માહિતી આપવામાં આવેલી હતી તેવું પણ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે ખોટી માહિતી આપવી તે કાનૂની ગુનો બને છે . તેની કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે સરકાર દ્વારા આવા વિષયો ઉપર ચોક્કસ નીતિ બનાવીને યોગ્ય પગલાં લેવા જોઈએ તેવું સાબરકાંઠાની પ્રજાની માગણી છે. ગત સમયમાં રનીંગ ટ્રેક ઉપર એક નવ યુવાનને વધુ પડતી એક્સરસાઇઝ કરવાની માર્ગદર્શન આપવા થી સાબર સ્ટેડિયમના રનીંગ ટ્રેક ઉપર પોતાનો જીવ ગુમાવ્યો હતો તેની પણ આદિન સુધી સાબર સ્ટેડિયમ અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોઈપણ જાતની તપાસ કે ચોક્કસ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી તેવું પણ લોકમુકે ચર્ચાનો વિષય બન્યો છે. સાબરકાંઠા જિલ્લાના સાબર સ્ટેડિયમ ખાતે બાલિકાઓ રહે છે. ત્યાં આવી ગંભીર ઘટનાઓ ઘટે છે . ત્યાં સી.સી.ટીવી કેમેરાઓની સરકાર દ્વારા અસંખ્ય બાલિકાઓ સાબર સ્ટેડિયમની હોસ્ટેલમાં રહે છે તેમની સુરક્ષા હેતુ વ્યવસ્થા કરવામાં આવી છે પણ સી.સી.ટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા છે તેના પાછળ નું કારણ શું હોઈ શકે તે તપાસનો વિષય છે. બા લિકાઓને જમવાનું મળે છે તેમાં પણ ઘણી બધી ઉણપો અને ક્ષતિઓ હોય છે . તેવુ બાલિકાઓના વાલીઓ દ્વારા વારંવાર મૌખિક ફરિયાદ સાબર સ્ટેડિયમના સ્થાનિક જવાબદાર અધિકારીને કરવામાં આવે છે .તેની જાણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવે છે છતાં પણછતાં પણ કોઈપણ જાતના શિક્ષાત્મક પગલાં તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી બાલિકાઓ ને શારીરિક તેમજ અસ્વસ્થ આરોગ્યના કારણે હોસ્પિટલ લઈ જવા માટે નાની બાલિકાઓ દ્વારા ગૃહ માતાને જણાવવામાં આવે છે .તો બાલિકાઓને હોસ્પિટલ ન લઈ જવા માટે બાલિકાઓને ધમકાવા મા આવે છે. સાબર સ્ટેડિયમ ખાતે મોર્નિંગ સેશન ઈવનિંગ સેશન દરમિયાન બાલિકાઓની ટ્રેનિંગ ચાલતી હોય તે દરમિયાન કોઈપણ બહારથી આવેલ વ્યક્તિને રનીંગ ટ્રેક ઉપર ચાલવાની કે એક્સરસાઇઝ કરવાની સંમતિ આપવામાં આવે નહીં તે નિયમો હોવા છતાં વી.આઈ.પી વ્યક્તિઓ ચાલુ સેશન દરમિયાન રનીંગ ટ્રેક ઉપર ચાલવા માટેનો અને એક્સરસાઇઝ કરવા માટે નો ઉપયોગ કરે છે. મોર્નિંગ સેશન ઇવનિંગ સેશન દરમિયાન રમતવીરો અને રમત વિરંગના ઓને ચાલુ સેશન દરમિયાન બાળકોને ટ્રેનિંગ આપવાની હોય તેવા સમયમાં વીઆઈપી વી વીઆઈપી લોકો ને કોચ દ્વારા પર્સનલ કોચિંગ આપવામાં આવે છે. તે પણ એક ચિંતાનો વિષય બન્યો છે લેડીઝ હોસ્ટેલમાં એર કન્ડિશન રૂમમાં કોચ દ્વારા પરમેનેન્ટ રહેઠાણ બનાવવામાં આવ્યું છે અને જ્યારથી મહિલા કોચ ને અપોઇમેન્ટ મળી છે ત્યારથી આદિન સુધી કોઈપણ જાતની તપાસ કરવામાં આવતી નથી કે કોઈપણ જાતના ખાતાકીય પગલાં લેવામાં આવતા નથી દિવસ દરમિયાન અને રાત્રી દરમિયાન એર કન્ડિશન ના વપરાશના બિલો સાબર સ્ટેડિયમ ખાતે સરકારી હેડે ભરવામાં આવે છે. ઉચ્ચકક્ષાએ આની જાણ ટેલીફોનિક કરવા છતાં કોઈપણ જાતના નક્કર પગલા ભરવામાં આવતા નથી તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના સાબર સ્ટેડિયમના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેવું બાલિકાઓના વાલીઓ દ્વારા અને સાબરકાંઠાની જનતા દ્વારા રાહ જોવાની રહી.

[wptube id="1252022"]
Back to top button