ઈડર તાલુકા વિકાસ અધિકારી એક તરફી પ્રેમમાં પાગલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થતા મહિલા કર્મચારી શરમજનક પરિસ્થિતિમાં


સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતના વિકાસ અધિકારી દિનેશ પટેલના એક તરફી પ્રેમ પ્રકરણની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલી જોવા મળે છે જાણવાછે કે એક મહિના પહેલા તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પ્રેમ પ્રકરણનો મેસેજ ઇરાદાપૂર્વક કે પછી ભૂલથી વાયરલ થઈ ગયો હતો પરંતુ તે વખતે તાલુકા પંચાયતમાં અન્ય કર્મચારીઓએ આ મેસેજ જોતા તરત જ દિનેશ પટેલના પ્રેમ પ્રકરણ નો મેસેજ ડીલીટ કરવામાં આવ્યો હતો જાણવા મળે છે કે ઈડર નરેગા ગ્રુપમાં તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલે એક મહિલા કર્મચારીને તેઓ ખૂબ જ યાદ આવતા હોવાનું મેસેજ ઈડર નરેગા ગ્રુપમાં કર્યો હતો આ સમગ્ર મામલે ગ્રુપના અન્ય કર્મચારીઓએ આ મેસેજનો સ્ક્રીનશોટ પાડી વાયરલ કર્યો હતો જેના કારણે મહિલા કર્મચારી પણ ખૂબ જ શરમ જનક સ્થિતિમાં વિના વાંકે મુકાઈ ગઈ છે મળતી માહિતી પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ તાલુકાની એક મહિલા કર્મચારી સાથે વારંવાર સોશિયલ મીડિયામાં અજુક્તિ માગણીઓ કરી રહ્યા હોવાનું પણ સામે આવે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ ના વિરોધીઓએ સોશિયલ મીડિયામાં તેમના દ્વારા કરાતા બે જવાબદાર મેસેજ અને વાયરલ કરી રહ્યા છે એવા વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક ના અહેવાલ પ્રમાણે જાણવા મળે છે કે તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ એક તરફી પ્રેમમાં પાગલ થયા હોવા નો માનવામાં આવે છે પરંતુ તેમના દ્વારા થતી હરકત થી એક નિર્દોષ મહિલા કર્મચારી અત્યારે શરમ જનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે આના કારણે આ તાલુકા વિકાસ અધિકારીએ આ હરકતોના કારણે અન્ય મહિલા કર્મચારીઓ પણ તેમની ઓફિસમાં એકલા જવાનું ટાળી રહ્યા હોવાનું સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે આ પહેલા તેઓ સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં હિંમતનગર ખાતે હતા ત્યારે પણ એક એવી વાત બહાર આવે છે કે તેઓ હિંમતનગરમાં શરૂઆતમાં શહેરના લક્ષ્મીપુરા કંપામાં આવેલ એક સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં પણ એક મહિલા સાથે અશ્લીલ હરકત પણ કરેલી હતી ત્યારે ઉગ્ર વાતાવરણ બન્યું હતું મહિલા ની આબરૂ ન જાય તે માટે આ પ્રકરણ ચૂપકીથી દબાવી દેવામાં આવ્યું હતું પરંતુ આ ઘટના આ વિસ્તારના સર્વે જાણે છે આવા અધિકારીઓને પદાર્થ પાઠ મળવો જ જોઈએ તેવી લોકમાંગણી છે
જયંતિ પરમાર સાબરકાંઠા



