હિંમતનગર તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં જિલ્લા સમાહર્તાશ્રીએ ૩૫ જેટલા લોકપ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું


હિંમતનગર તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં જિલ્લા સમાહર્તાશ્રીએ ૩૫ જેટલા લોકપ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું
**********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા સમાહર્તા શ્રી એન.એન. દવે ની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્ર્મમા ૩૫ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ કર્યો હતો. તેમજ વહીવટી કારણોસર ત્રણ અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી.
હિંમતનગર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત ભટ્ટ, પ્રાંત અધિકારીશ્રી જયંત કિશોર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે અને નાગરિકોને બીન જરૂરી જિલ્લા કે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જવું ન પડે તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં વર્ગ -૧ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકાના તમામ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરીકોની રજૂઆત રૂબરૂ સાંભળી તેના સ્થળ પર ઉકેલ લાવશે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો જેમાં ૧૭ જેટલી અરજીઓ આવી હતી જે પૈકી ૧૪ જેટલી અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું જ્યારે દબાણ ને લગતી અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી સહિત તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિજયનગર તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્ર્મમાં મામલતદારશ્રીએ ઉપસ્થિત રહીને ૧૫ જેટલા લોકપ્રશ્નો સાંભળી તમામનું સમાધાન કરાયું હતું.
ખેડબ્રહ્મા ખાતે ખેડબ્રહ્મા મામલતદાર શ્રી ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાયો જેમાં ૧૦ પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરાયું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા



