PRANTIJSABARKANTHA

તલોદ અને પ્રાંતિજ ખાતે “ચુનાવ પાઠશાળા” મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તલોદ અને પ્રાંતિજ ખાતે “ચુનાવ પાઠશાળા” મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ તથા સ્વીપ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના આયોજન મુજબ તલોદ અને પ્રાંતિજ તાલુકામાં “ચુનાવ પાઠશાળા” મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

33 પ્રાંતિજ વિધાનસભા મતવિભાગમા સમાવિષ્ઠ પ્રાંતિજ તાલુકામાં ગત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ મા જે મતદાન મથકોમાં પુરુષોના મતદાન કરતા મહિલાઓનું મતદાન ૧૦ % થી ઓછું છે તેવા તમામ મતદાન મથકો ખાતે બીએલઓ સુપરવાઈઝરશ્રી અને બીએલઓશ્રી દ્વારા “ચુનાવ પાઠશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મીટીંગમા ગત વિધાનસભાની ચુંટણીમાં થયેલ મતદાનની ટકાવરીની ચર્ચા સાથે મહિલાઓના ઓછા મતદાન અંગેનાં કારણોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગામના વડીલો, મહિલાઓ અને યુવા મતદારોને ચૂંટણીમા ઉત્સાહભેર મતદાન કરવા માટે તેમજ પોતાના પરિવાર સાથે ૧૦૦ % મતદાન કરી લોકશાહીના આ પર્વને ઉજવવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.સૌ મતદારોએ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા માટે શપથ લીધા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button