SABARKANTHA

પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ

પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ

 

***********************

 

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવાના ભાગરૂપે જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

આ જાહેરનામું તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા કલમ ૧૮૮ હેઠળ દંડને પાત્ર થશે.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button