સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આયુર્વેદિક ઔષધી સમાન કેસુડો ફૂલોથી ખીલી ઉઠ્યો



સાબરકાંઠા…
એકર…
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આયુર્વેદિક ઔષધી સમાન કેસુડો ફૂલોથી ખીલી ઉઠ્યો છે. શિયાળાના અંતમાં કેસુડો મનમોહક ફુલોથી ખીલી ઉઠે છે જાણે ફાગણ મહીનાના વધામણાં કરતો હોય તેવાં દ્ર્શ્યો જોઇ લોકો પણ મહેકી ઉઠતા હોય છે.રસ્તાઓમાં અનેક જગ્યાએ કેસુડાના ફૂલો જોવા મળતા જંગલ વિસ્તાર કેસુડાની મહેક થી ખીલી ઉઠ્યો છે…
વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો જંગલો સહિતના વિસ્તારોમાં કેસુડાએ પોતાનુ આકર્ષણ જમાવ્યું છે… ફૂલગુલાબી ઠંડીની મોસમ પૂરી થતા જ રંગોના તહેવાર હોળીના વધામણા લઈને હોળી નજીક આવતા વનરાઈ ફૂલોના મહારાજા કેસુડા સોળે કળાએ ખીલી ઉઠે છે… વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કેસુડો અનેરું આકર્ષણ જમાવ્યું છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંતઋતુમાં ખાખરે કેસુડો મૌર્ય હોય જેના લીધે પાનખરમાં પણ પ્રકૃતિનો નિખાર તરી આવે છે… જંગલોમાં પણ મનમોહક માધુર્ય રેલાઈ એ સ્વાભાવિક છે. આજના ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓ અને કેમિકલના યુગમાં કુદરતી વનસ્પતિના રંગોથી ભલે ધુળેટી રમતું નહીં હોય પરંતુ હોળી ધુળેટીમાં કેસુડો અવશ્ય યાદ આવ્યા વગર રહે નહીં… વિજયનગર તાલુકા ગામડાઓમાં આજેપણ કહેવાય છે કે વાસ્તવમાં કેસુડાના ફૂલો અને કસુંબલ રંગ હોળી ધુળેટી રમવા પાછળનો સ્વચ્છતા આરોગ્ય પ્રદ હેતુ રહેલો છે… ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે કેસુડાના ફૂલને સૂકવીને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેનો પાવડર બનાવી પાણી સાથે ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે છે… કેસુડામાં ઔષધિ ગુણો રહેલા છે ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં ખૂબ ઉપયોગી નીવડે છે હાલ કેમિકલ રંગોના મોહમાં કેસુડાની જગ્યાએ કેમિકલ રંગોના લીધે આરોગ્ય સુધરવાની બદલે બગડે છે. જે તે સમયે જંગલોમાં થતી દરેક વનસ્પતિઓના માનવ શરીર માટે ઔષધિય ગુણો ધરાવતી હોય અને પહેલાના સમયે તેનો ભરપૂર ઉપયોગ કરીને તંદુરસ્ત જીવન જીવવા માટે ઔષધ તરીકે ઉપયોગી બની રહે છે… આમ માત્ર ધુળેટી રમવા પૂરતું સીમિત નથી પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ છે. જેનો વસંત ઋતુમાં ખાખરે ખીલેલો કેસુડો ઉદાહરણ રુપછે. હોળી ધુળેટિ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલમાં માહ મહીનામાં કેસુડા ફુલોથી જંગલ વિસ્તાર સોળેકળાએ ખીલી ઉઠયા છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા



